Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01 Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 8
________________ મૂળ આવૃત્તિની પ્રસ્તાવના આ પત્ર ક્યારે અને ક્યાં પ્રસિદ્ધ થશે અથવા તે તે કદીયે પ્રસિદ્ધ થશે કે કેમ એની મને ખબર નથી, કેમ કે હિંદ આજે વિચિત્ર પ્રકારનો દેશ બની ગયો છે અને કોઈ પણ પ્રકારની આગાહી કરવાનું મુશ્કેલ છે. પરંતુ ઘટનાઓ અને તેમ કરતાં અણધાર્યો રેકે તે પહેલાં, મને મેક મળે છે એટલે, હું આ લખી રહ્યો છું. - આ ઐતિહાસિક પત્રમાળાને માટે ક્ષમાયાચના અને ખુલાસો કરવાની જરૂર છે. આ પત્રને સાર્ઘત વાંચવાની જહેમત ઉઠાવનાર પાઠકને કદાચ એ ક્ષમાયાચના અને ખુલાસો મળી રહેશે. પાઠકને ખાસ કરીને છેલ્લે પત્ર વાંચવાની ભલામણ કરું છું અને આ ઊર્ધ્વમૂલઅધઃશાખ દુનિયામાં કદાચ છેડેથી એને આરંભ કરવાનું ઠીક થઈ પડશે. ( પત્ર એની મેળે વધતા ગયા છે. એ વિષે કશી યોજના કરવામાં આવી નહોતી, અને એમનું કદ આવડું મોટું થઈ જશે એને તે મને ખ્યાલ સરખો પણ નહોતું. લગભગ છ વરસ ઉપર, મારી દીકરી દશ વરસની હતી ત્યારે આ દુનિયાના આરંભકાળ વિષેની ટૂંક અને સરળ માહિતી આપતા કેટલાક પત્રે મેં તેને લખ્યા હતા. એ શરૂઆતના ૫ પછીથી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને તેને સારે આવકાર મળ્યા હતા. એ પત્રને આગળ ચલાવવાને વિચાર મારા મનમાં ઘુમ્યા કરતો હતો પરંતુ રાજકીય પ્રવૃત્તિના ભારે વ્યવસાયી જીવનને કારણે એનો અમલ થઈ શક્યો નહિ. પરંતુ કારાવાસે મને એ તક આપી અને મેં તે ઝડપી લીધી. . કારાવાસના ફાયદાઓ છે; એને કારણે નવરાશ અને અમુક પ્રમાણમાં તટસ્થતાની વૃત્તિ મળી રહે છે. પરંતુ એના ગેરફાયદાઓ પણ ઉઘાડા છે. કેદીને જોઈએ તે પુસ્તક અને સંદર્ભગ્રંથે મળતા નથી, અને એ સંજોગોમાં કોઈ પણ વિષય પરત્વે અને ખાસ કરીને ઈતિહાસ વિષે લખવું એ બેવકૂફીભર્યું સાહસ ગણાય. મારી પાસે સંખ્યાબંધ પુસ્તકે આવ્યાં, પણ તે બધાં મારી પાસે રાખી શકાય એમ નહોતું. એ તે આવ્યાં અને ગયાં. પરંતુ, બાર વરસ ઉપર મારા અસંખ્ય દેશબંધુઓ અને ભગિનીઓની સાથે મેં મારી જેલયાત્રા શરૂ કરી ત્યારે મેં મારા વાંચવામાં આવતા દરેક પુસ્તકની નેંધ લેવાની ટેવ પાડી હતી. આમ મારી નેંધપોથીઓની સંખ્યા વધતી જ ગઈ અને મેં લખવું શરૂ કર્યું ત્યારે તે મારી મદદે આવી. તે શક, બીજાં પુસ્તકેએ પણ મને ઘણું સહાય કરી. એચ. જી.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 690