Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ રહ્યો છે અને દુર્ભાગ્યે એ દરમ્યાન તેમના ઉપર પ્રિયજનના વિયેગનું દુઃખ પણ આવી પડયું છે. હિંદમાં ઘટનાઓને વિકાસ ત્વરા અને તીવ્રતાથી થયે છે, યુરોપ તથા દુનિયાએ મહા ઉત્પાત અને પ્રચંડ ફેરફારે નિહાળ્યા છે. પ્રસ્તુત પુસ્તકના લેખક સંસ્કૃતિના ભાવિ માટેની રહસ્યથી ભરેલી મહાન ઘટનાઓના પ્રેક્ષક તેમ જ એમાં ભાગ ભજવનાર બને છે; કેમ કે, પંડિત નેહરુ એ જેમનામાં તીવ્ર પ્રવૃત્તિ તથા દર્શન અને તાટસ્થને સંયોગ થયો હોય એવી વિરલ વ્યક્તિઓમાંના એક છે. યુરોપના તેમના પ્રવાસ દરમ્યાન પશ્ચિમની દુનિયાના સાંપ્રતકાળના બનાવીને તેમણે સગી આંખે નિહાળ્યા છે. સ્પેન તથા ચીનમાં ચાલી રહેલી લડત સાથે એમને નિકટનો સંપર્ક છે. પ્રસ્તુત ગ્રંથ ઘણી રીતે નવું જ પુસ્તક છે. લેખક પોતે એને ફરીથી તપાસી ગયા છે, એના કેટલાક ભાગો તેમણે ફરીથી લખ્યા છે અને એ રીતે ૧૯૩૮ની સાલના અંત સુધીના બનાવોને એમાં સમાવેશ કરવામાં આવ્યા છે. જો કે, આ બધું જેલની બહાર કરવામાં આવ્યું છે છતાંયે મૂળ પુસ્તકની વસ્તુમૂલકતા એમાં સચવાઈ રહી છે. અનુભવ અને જ્ઞાનની વૃદ્ધિથી એ સમૃદ્ધ બન્યું છે. “જગતના ઈતિહાસનું રેખાદર્શન” ઘટનાઓનું કેવળ ખ્યાન જ નથી. એ રીતે પણ એ પુસ્તક કીમતી છે. એમાં શંકા નથી. પરંતુ એ ઉપરાંત તે લેખકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તેમની અગાધ બુદ્ધિમત્તા તથા તેમના સંસ્કારગ્રાહી માનસને કારણે ઈતિહાસનું આ પુસ્તક અદ્વિતીય બન્યું છે. ઊગતા બાળકને ઉદ્દેશીને લખવામાં આવેલા પત્રનું સ્વરૂપ એમાં જાળવી રાખવામાં આવ્યું છે. એમાં સરળતા અને સટતા છે; પરંતુ એના વિષયેનું નિરૂપણ ઉપરચોટિયું જરાયે નથી. એમાં હકીકતે યા તે નિરૂપણને વધારે પડતાં સરળ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યાં નથી. લંડન, મે, ૧૯૩૯ કૃષ્ણ મેનન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 690