Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ અનેકવિધ સેવાને કારણે તેમને આગમ-દિવાકરની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને હસ્તપ્રતો સુરક્ષિત રાખવા તેમજ જિજ્ઞાસુઓને સુલભ કરવા માટે એક સંસ્થા સ્થાપવાની પ્રેરણા કરી. તેમની પ્રેરણાથી જ શેઠશ્રી કસ્તૂરભાઈએ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરી. આ સંસ્થા વિદ્વાનોની તીર્થભૂમિ બની. દેશ-વિદેશના વિદ્વાનોએ અહીં બેંસી જ્ઞાનસાધના કરી, હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો. પૂ. મુનિશ્રીનું જીવનચરિત્ર સિદ્ધહસ્ત-લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખ્યું હતું. સુંદર, સુબોધશૈલીમાં લખાયેલ આ ચરિત્ર અપ્રાપ્ય હોવાથી તેમજ પ્રેરણાદાયી હોવાથી તેનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ ગ્રંથનું પ્રકાશન કરવાની પરવાનગી માટે શ્રી નીતીનભાઈ દેસાઈની સાથે વાત કરી હતી તેમણે પ્રકાશન કરવા માટે સહર્ષ સંમતિ આપી એથી આ કાર્ય સરળ બન્યું. આ માટે અમે શ્રી નીતીનભાઈ દેસાઈના અત્યંત આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો આભાર માનવામાં આવે છે. – જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 90