Book Title: Gyanjyotini Jivanrekha Author(s): Ratilal D Desai Publisher: L D Indology Ahmedabad View full book textPage 4
________________ પ્રસ્તાવના આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજીનું જીવનચરિત્ર પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. હસ્તપ્રતોમાં સંગ્રહાયેલા આપણા જ્ઞાનવારસાને સુરક્ષિત કરવા અને જિજ્ઞાસુઓને સુલભ કરવા | કરાવવાનો આજીવન ભેખ ધરનારા પૂજય પુણ્યવિજયજીનું જીવનચરિત્ર અત્યંત પ્રેરણાદાયી છે. તે સમયે મોટાભાગના જ્ઞાનભંડારોની સ્થિતિ દયનીય હતી. હસ્તપ્રતો ઉધઈનું ભોજન બની નષ્ટ થઈ રહી હતી. વિદેશીઓ માંગ્યા દામે હસ્તપ્રતો ખરીદીને વિદેશ લઈ જતા હતા અને સમાજ આ બાબત પ્રત્યે ઉદાસીન હતો, તે સમયે મુનિશ્રી પુણ્યવિજયજીએ ગામોગામ ફરીને હસ્તપ્રતોના સંરક્ષણ બાબતે લોકોને જાગૃત કર્યા. રાતદિવસ જોયા વગર સતત મહેનત કરી ભંડારોને સુરક્ષિત કર્યા અને આપણા નષ્ટ થતા જ્ઞાનને સુરક્ષિત કર્યું. જીવનમાં જ્ઞાનસાધના અને આગમસંશોધન એ તેમના પ્રાણ હતાં. તેમણે મુખ્યત્વે પાટણ, ખંભાત, વડોદરા, જેસલમેરના જ્ઞાનભંડારોના જિર્ણોદ્ધાર કરાવ્યા અને અનેક હસ્તપ્રતો સુરક્ષિત, સંરક્ષિત અને સંમાજિત કરી. જ્ઞાનભંડારોના સૂચિપત્રો તૈયાર કર્યા કરાવ્યા. અનેક દુર્લભ ગ્રંથોનું સંપાદન કર્યું. આગમ ગ્રંથોનું પ્રકાશન થાય તે માટે આગમ વિદ્વત્ પરિષદની સ્થાપના કરી હતી, તેમાં તેમણે સ્વયં આગમ ગ્રંથોનું સંપાદન કર્યું અને મુનિ ભગવંતો અને વિદ્વાનોને આગમ ગ્રંથોનું સંપાદન કરવા પ્રેર્યા હતા. તેમની આવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90