Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ મોટાભાઈની આજ્ઞા બંધનકર્તા નીવડી હતી. આપણા ચારિત્રનાયકના જીવનમાં પણ સંસાર ત્યાગ સામે અનેક અવરોધોનડ્યા હતા. પંદર વર્ષની વયે જ હંસની જેવી નીરક્ષીર પારખવાની શક્તિ ક્ષમતા ધરાવતા છગનભાઈની સાધુસંગતિ સામે તેમના મોટાભાઈખીમચંદભાઈનો સાંસારિક ભ્રાતૃપ્રેમ અડગ તોતિંગ ખડકની જેમ માર્ગ અવરોધી ઊભો હતો, પરંતુછગનભાઈટનિશ્ચયી મક્કમ મનોબળના સ્વામી હતા. જીવનમાં પોતાનો ધ્યેય નક્કી કરી ચૂક્યા હતા. એટલે જેમ સોનાને તપાવવામાં આવતા તેનો નિખાર ખીલી ઉઠે, તેમછગનભાઈનાત્યાગી આત્માને આત્મકલ્યાણના માર્ગેથી પાછા વાળવા મોટાભાઈજેમ જેમ આકરાં પગલાં ભરતા ગયા, તેમ તેમ આપણા ચારિત્ર નાયકની હિમ્મત ખૂલતી ગઈ. સંકલ્પમાં દ્દઢતા ઘનીભૂત થવા લાગી. નિર્ભયતા કેળવાતી ગઈ. સાહસિકતા વધતી ચાલી. મુનિરાજ શ્રી હર્ષવિજયજી સાથે એક દિવસ રહેવાની રજા મેળવી છગનભાઈ ઘરે પાછાજેનફર્યા. મોટાભાઈએ તેમને અમદાવાદમાં પકડ્યા, રોષે ભરાઈધોલધપાટ કરી અને ઘેર લાવ્યા. ફરી મોકો મળ્યો તો ઘરેથી છટક્યા. ભૂખ, તરસ, વેશ્યા, પગમાં ઉનાળાની ઋતુમાં ફોલ્લા પડી ગયા, છતાં અમદાવાદ આત્મારામજી મહારાજની શરણમાં પહોંચી ગયા. ફરી મોટાભાઈયુક્તિપૂર્વક છગનને મનાવી ઘેર લઈ આવ્યા. એક અવિરત સંગ્રામ, આત્મકલ્યાણના પ્રવાસી અને સંસારી મોટાભાઈ વચ્ચે શરૂ થઈ ગયો. વારંવાર જાળ ગૂંથતો ભોંય પર પડતો કરોળિયો જેમ પુનઃ પુનઃ દિવાલ પર ચઢવા પ્રયાસ કરે તેમ છગનભાઈ પણ દુન્યવી સઘળા પરિસહો, અવરોધો વિદનોનો મુકાબલો કરતા રહ્યા. અડગ આત્મબળ હતું, સ્પષ્ટ ધ્યેય હતું, અવિચળ શ્રદ્ધા હતી, હદયમાં, સાધુ સંગતિથી આત્મ દીપકમાં ઝીણીજ્યોત પ્રગટી હતી. અનન્યવૈરાગ્યભાવથી તેઓ સંપૂર્ણપણે રંગાઈચૂકયા હતા. વિરક્તિભાવની ચટેલી ભરતીમાં અંતરાત્મા ઝબોળાઈચૂક્યો હતો. સંસારનો કિનારો છોડી તેમની નૌકાસત્યની શોધમાં વિહાર કરી ચૂકી હતી. હવે તેમને કોઈ ઝંઝાવાત, દરિયાઈ તોફાન, સાગરના જળચરો, પ્રલોભનના વિકરાળ ખડકો, કોઈનો ભય નહોતો. જ્ઞાન સમંદરના પેટાળમાં ડુબકી મારતા જવામર્દમરજીવાને વળી આત્મજ્ઞાનના મોતી વીણતા કોણ અટકાવી શકે? પૂર્ણિમાની રાત્રે સાગરમાં ચઢતી ભરતીને ખાળવી શું શક્ય છે? દીપકની જ્યોતના પ્રેમમાં પડીકુરબાન થતાપતંગિયાને કોણ અટકાવી શકે? કમાનમાંથી નીકળી ચૂકેલા બાણને શું પાછું વાળી શકાય? છગનભાઈના અંતરમાં વૈરાગ્યની અખંડરવિ રશ્મિ પ્રગટીચૂકી હતી, જે સંસારનાં તિમિર ઉલેચીને છગનભાઈને ત્યાગપૂર્ણસાધુ જીવનની આભાથી આલોકિત કરવા શક્તિમાન હતી. મુનિરાજશ્રી હર્ષવિજ્યજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં આવ્યા પછી આપાગી ચારિત્રનાયક છગનભાઈના જીવનમાં ત્યાગની ભાવના બળવત્તર બની એટલું જ નહીં, પરંતુ તેમની સંગતિમાં રહીને છગનભાઈએ ચારિત્ર્ય ધર્મના નિયમો સુપેરે જાણ્યો. કઠોર સાધુ જીવનના નિયમોનું પાલન કરવાનું પણ તેમણે શરુ કર્યું. છગનભાઈના જીવનમાં એક તરફ સાધુ થવા માટેની મોટાભાઈ પાસેથી રજા મેળવવાનો સંઘર્ષ હતો, તો બીજી તરફ પોતાની જાતને (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172