Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 143
________________ પૂજ્યશ્રીજીના આ ભક્ત પોતાના હૃદયની ઊર્મિ વ્યક્ત કરતું લાગણીસભર વાગત ગીત પાગ અહોભાવથી સંભળાવ્યું. પૂજ્યશ્રીજીએ એ ભક્તને આશીર્વાદ આપ્યા. હૃદયમાં જ્યારે પ્રેમ, સમર્પણ ભાવની જબરજસ્ત ભરતી ચઢે છે, ત્યારે એ લાગણી શબ્દરૂપે વહી ગીત બની જન્મ લે છે. પૂજયશ્રીજી પ્રત્યેનો અનુરાગ જ્યારે છલકાયો હશે ત્યારે જ એ મુસ્લિમ ભક્ત એવાગત ગીત રચ્યું હશે એમ સ્વાભાવિકપણે માની શકાય. પરમાત્મા શ્રી આદીશ્વર દાદાનાપૂર્ણ સમર્પિત ભક્ત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રીમદ્ માનતુંગ સૂરીશ્વરજી મ.સા.ના અંતરમાં જ્યારે પ્રેમ સમર્પણ ભાવની અમીવર્ષા થઈ, ત્યારે જ સુંદરસુંદર અદ્વિતીય શ્લોકો રચાયા અને ભક્તામર સ્તોત્રની અમરકૃતિનું સર્જન થયું! સાચા અર્થમાં જેમના તનમન તથા ચિત્ત પર વૈરાગ્ય અને આત્મકલ્યાણની શીતળ આફ્લાદક ચાંદનીની વર્ષા થઈ હોય, એવા સાધુ ભગવંતો નિજનાધર્મના સિદ્ધાંતોના પાલન સાથે અન્ય ધર્મ તથા સંપ્રદાયના સિદ્ધાંતોનો પણ ભાવપૂર્વક સમાદર કરતા હોય છે. ધર્મ સંપ્રદાયના વાડાવાડી, મતમતાંતરોથી આવા દિવ્યાત્માઓ સદાય નિર્લપ જ રહેતા હોય છે. પૂજ્ય ગુરુદેવ પણ એવા જ સમભાવ પ્રિય સાધુ ભગવંત હતા. જૈન દર્શનની સાથે સાથે સનાતન હિંદુધર્મ, શીખ ધર્મ તથા અન્ય ધર્મોનો તલસ્પર્શી અભ્યાસ તેમણે કર્યો હતો. એકવારપૂજ્યશ્રીજીને એક ગામમાં ગુરુદ્વારામાં રોકાવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. ત્યાંના શીખ ભાઈઓએ ખૂબ જ અહોભાવથી પૂજ્યશ્રીજીનું સ્વાગત કર્યું અને ધર્મવાણીનો લાભદેવા વિનંતીરી. પૂજ્યશ્રીજીએ પણ શીખધર્મના ગુરુનાનકતથા તેમના અન્ય શિષ્યોના જીવનકવન, સિદ્ધાંતો તથા આત્મકલ્યાણની બાબતો અંગે હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. ઉપસ્થિત શીખ ભક્તો પ્રસન્ન થઈગયા. ઉત્સુકતા જાગી જૈન ધર્મ વિશે. તેમણે ગુરુદેવને જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવવા નમ્ર વિનંતિ કરી. પૂજ્યશ્રીજીએ પ્રેમપૂર્વક સરળતાથી જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવ્યા. જ્ઞાનપિપાસુ ભક્તોનાં હદય અહોભાવથી છલકાઈ ગયાં. યુગોથી માનવીની ઝંખના રહીછે સત્ય પ્રાપ્તિની, પરમાત્માને સમજવાની. એટલે જ્યારે જ્યારે શ્રદ્ધાળુ આત્માઓને, સરળ ભક્તોને પૂજ્ય ગુરુદેવ જેવા પ્રતિભાવાન સાધુ સંત મળે છે, ત્યારે ત્યારે તેઓ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે આવા મહાપુરુષો સાથે સત્સંગ કરવાની તક ગુમાવતા નથી. વિ. સં. ૧૯૫૫માં રાયકોટના ભાઈઓ પૂજ્યશ્રીજીને પતિયાળામાં મળ્યા અને તેમને રાયકોટ પધારવા વિનંતિ કરી. રાયકોટના ભાઈઓએ કહ્યું, “પૂજ્ય ગુરુદેવ! આ વિનંતી માત્ર અમારી જ છે એવું નથી, પરંતુ એમાં તો સનાતની, આર્યસમાજી, શીખતથા મુસ્લિમ બિરાદરોની પણ ભાવભરી વિનવણી છે. જુઓ! આ અઢીસો સહીઓવાળો નગરજનોનો “વિજ્ઞપ્તિ પત્ર!” પૂજ્યશ્રીજી ભક્તોની ભાવના સામે ઝૂકી ગયા. વિનંતિ માન્ય રાખી. ખરેખર પૂજ્યશ્રીજીની લોકપ્રિયતા જૈન જૈનેતરભક્તોમાં અદ્વિતીય હતી. આવી લોકપ્રિયતા પાછળ પૂજ્યશ્રીજીના શુદરમ્યફ ચારિત્ર્ય, સમ્યક દર્શન તથા સમ્યક જ્ઞાન જવાબદાર હતાં. એમની સરળ સાત્વિક હૃદયસ્પર્શી જ્ઞાનસભર વાણી સૌને પ્રભાવિત કરતી હતી. વિહાર કરતા કરતા એક વાર પૂજ્યશ્રીજી નાભા ગામમાં પધાર્યા. ત્યાંના રાજા ૧૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172