________________
લોકો મોટા ભાગના ગરીબ તથા મધ્યમ વર્ગના ભાઈ-બહેનો છે. મોટા તવંગરોને તો પર્યુષણ પર્વ સિવાય પરમાત્માની ભક્તિ સારુ સમય મળતો જ નથી. હવે આવા લોકો પાસે વાર તહેવારે ફંડ ફાળા ઉઘરાવવાથી તે લોક શરમના માર્યા કંઈક લખાવવાની મજબૂરીથી બચવા વ્યાખ્યાનમાં આવવાનું બંધ કરી દેશે! અને આમ થશે તો ધર્મની પ્રભાવના ઘટશે.” એમણે સાધર્મીઓના ઉત્કર્ષ દ્વારા એકતા સ્થાપવા માટે નગરશેઠને પણ વાત કરી હતી. પરંતુ નગરશેઠે હોશિયારીથી પૂજ્ય ગુરુદેવની વાત ટાળી દીધી હતી.
કોઈપણ વ્યકિત તેના જ્ઞાન, કાર્યક્ષમતા તથા પ્રભાવશાળી વ્યક્તિત્વથી મહાન ને મોટી બને છે. ઉંમરથી વ્યકિતની મહાનતા ન માપી શકાય. પૂજ્ય ગુરુદેવના જ્ઞાન, દક્ષતા, યોગ્યતા તથા ક્ષમતાની કદર કરી વિ.સં. ૧૯૮૧ ના માર્ગશીર્ષ શુકલ પક્ષની પાંચમના દિવસે લાહોરમાં તેમને સર્વસંમતિથી આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવથી દીક્ષાપર્યાયમાં બીજા ઘણા સાધુ ભગવંતો મોટા હતા. આચાર્ય પદવી માટે સંમતિ આપતા પહેલાં પૂજ્ય ગુરુદેવે શ્રીસંઘ સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું... ‘તમે લોકો ભલે મને આ પદ આપો, પરંતુ મારા વડીલો પ્રત્યેનો મારો વહેવાર તો પહેલાં જેવો જ રહેશે !' અર્થાતુ એમને માન-સન્માનથી બોલવવાની તથા એમની | આજ્ઞા માનવાની પોતાની પ્રણાલિકા બદલવા પૂજયશ્રીજી તૈયાર નહોતા. આ વાત
તેમના વિનય વિવેક તથા આજ્ઞાકિંતપણાને ઉજાગર કરે છે. તો સાથે સાથે આચાર્ય | બન્યા પછી જો વડીલ સાધુ ભગવંતો સાથેનો એમનો વહેવાર પદના કારણે બદલાઈ
જાય, તો કદી કોઈ પ્રસંગે કોઈને મનદુઃખ થાય તો એનાથી સાધુ સમુદાયની એકતા | પર વિપરીત અસર થઈ શકે. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય એ માટે પદ
પ્રાપ્તિથી અલિપ્ત રહેનારા, વિનય વિવેકના સ્વામી પૂજ્ય ગુરુદેવે અંતરથી જ પૂજનીય | વડીલો સાથેનો તેમનો આજ્ઞાકિંત વહેવાર યથાવત્ જાળવી રાખવાની પૂર્વ શરત શ્રાવકો
સાથે કરી હતી એમ વિચારી શકાય અને ખરેખર આચાર્ય થયા પછી પણ પૂજ્ય ગુરુદેવને | મન એકતા જ સર્વોપરી વાત હતી, ચાહે તે પછી સામાજિક એકતાની વાત હોય કે સાધુ સમુદાયની એકતાની વાત હોય.
બિનોલી ગામના હરિજન ભાઈઓને ગામના સવર્ણો કૂવા પરથી પાણી ભરવા દેતા નહોતા. મુસ્લિમ બિરાદરો હરિજન ભાઈઓને પાણી ભરાવવામાં મદદકરતા હતા. એટલે આ અન્યાયનો ભોગ બનેલા તિરસ્કૃત લોક કંટાળીને પાણીની સમસ્યા નિવારણ સારુ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા તૈયાર થયા હતા. પૂજય ગુરુદેવને મળી
આ લોકોએ પોતાની વેદના જણાવી. પૂજ્યશ્રીજીએ ગામના સૌ લોકોને આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું ગામ લોકોએ હરિજન ભાઈઓ માટે ગામમાં અલગ કૂવો બનાવી આપ્યો.
આમ પૂજ્ય ગુરુદેવે એ ગામના હિંદુઓની એકતાને મજબૂત બનાવી. જો હરિજનભાઈઓ પાણીની ખાતર મુસ્લિમ બન્યા હોત તો કદાચ ભવિષ્યમાં આ દુભાયેલા લોકો સવર્ણો સામે ક્યારેક કોમી તોફાનોમાં પોતાનો રોષ પ્રગટ કરી તેમને હાનિ પહોંચાડત,
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org