________________
આઝાદીમાં સમાજના ઉદ્ધારની આવશ્યકતા અને સંગઠનના વિષય પર વિશદવિવેચન. સામાજિક એકતા પર બોલતા તેમણે હૃદયસ્પર્શી વાત કરી...
‘સર્જનો! સંગઠન તથા એકતા માટે જો મારે આચાર્યપદ છોડવું પડેતો એ છોડવી પણ હું તૈયાર છું!” આવાતા પૂજ્યશ્રીજીએ ખૂબજ ગંભીરતાથી કરી હતી. ઉપસ્થિત લોકો ખૂબ જ પ્રભાવિત થયા. પૂજ્ય ગુરુદેવની આવી ત્યાગપૂર્ણ ભાવનાના પરિણામે જ આવાસંમેલનમાં આ પૂર્વે ઘણીવાર આવી ચૂકેલ એકતાનો જે પ્રસ્તાવ ઉડી જતો હતો, આ વખતે સર્વસંમતિથી પ્રથમવાર પસાર થઈગયો. આમ એકતાની દિશામાં એક સરસ કાર્ય સંપન્ન થયું.
પાલિતાણાનારાણલમ્યાન પૂજ્ય ગુરુદેવે એક વિશાળસાધુ સંમેલન બોલાવીન ધર્મમાં સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા. એ સમયગાળામાં તેમણે અગ્રણી શેઠ જીવાભાઈ સાથે વાતચીત સ્પા કહ્યું, ‘તમારો સમાજ પર પ્રભાવ સારો છે. સ્વર્ગીય ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મહારાજના સમુદાયમાં એકતા સ્થપાતી હોય તો તમે કહેશો તે કામ કરવા હું તૈયાર છું. મારું તો મંતવ્ય એવું છે કે પૂજ્ય ગુરુદેવના સમગ્ર સમુદાયમાં માત્ર એક જ આચાર્ય રાખો. બધા એકઠા મળીરામચંદ્રસૂરિને મોટા બનાવવા ઈચ્છતા હોય તો હું તેમને વંદના કરવા તૈયાર છું!” જો કે પૂજ્યશ્રીજીનું એકતાનું આ સપનું પૂર્ણ ન થઈ શક્યું, છતાં એકતા માટેની તેમની તૈયારી, ત્યાગપૂર્ણ ભાવના ખરેખર અત્યંત પ્રશંસનીય હતી.
મુંબઇમાં પોતાની આંખના સફળ ઓપરેશન પછી પૂજ્ય ગુરુદેવે ભક્તોની સભામાં સૌનો આભાર માની સાધુવાદ પાઠવ્યો હતો. એકત્રિત ભક્ત સમુદાયને પૂજ્ય ગુરુદેવે ત્યારે કહ્યું હતું....
‘તમારા સમસ્ત શ્રીસંઘનો હું આચાર્ય છું, અર્થાત્ હું તમારી સૌથી મોટો સેવક છું. હું તમને એક સૂચના આપવા માંગું છું.... “ભાઈઓ! તમે વિવાદટાળો વિકાસ આણો!પોતાનું તથા સમાજનું કલ્યાણ સાધો!”
જૈન સમાજના પરમ હિતચિંતકધર્મના મહાન પ્રહરી, પંજાબકેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજ્ય વલ્લભ સૂરીશ્વરજી મ.સા. આજીવન સામાજિક એકતા, ભાઈચારો, સંઘ તથા સંગઠન માટે પ્રતિપળ જાગૃત રહી પ્રયત્નો કરતા રહ્યા હતા. એમના એ પ્રયાસોના ઘણાં સારાં પરિણામો પણ પ્રાપ્ત થવા લાગ્યાં હતાં, પરંતુ પૂજ્ય ગુરુદેવનું આયુકર્મ પૂર્ણ થતા એમના જેવા સામર્થ્યશીલ મહાપુરુષના મહા પ્રસ્થાન પછી એકશૂન્યાવકાશ સર્જાયો અને જૈન સમાજની એકતાનું સ્વપ્ન આજે પણ અપૂર્ણ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org