Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 169
________________ પાણમાટેશોભાસ્પદ વાત નહોતી. સાદગીથી મૌન પાળી શાંતિપૂર્વકનગરપ્રવેશ કરીને પૂજ્યશ્રીજીએ દિવંગત મહાત્માને શોકાંજલિ અપ પોતાની માનવધર્મ નિભાવ્યો. આ પ્રસંગમાં તેમની સમયોચિત વિવેકશીલતા તથા રાષ્ટ્રીય ભાવના વ્યક્ત થાય છે. ‘વિજ્ઞાનનો ઉપયોગ જ્યારે પ્રત્યેક પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટે જ થશે, વેરભાવના, શોષાગવૃત્તિ, અમલદારશાહી અને સામ્રાજ્યવાદની ભાવના પ્રત્યેક પ્રજા તથા રાષ્ટ્રમાંથી નેસ્તનાબૂદ થશે, ત્યારે જ વિશ્વશાંતિનો સંદેશ જગતના ખૂણે ખૂણે ગુંજી ઊઠશે. આ મહાન કાર્ય આપણે કરવાનું છે એ સારુ આપણે કટિબદ્ધ થવાનું છે...” મુંબઇ ખાતે ભરાયેલી ‘વિશ્વ ધર્મ પરિષદ” માટે પૂજ્ય ગુરુદેવે મોકલાવેલા પોતાનાં ઉપરોકત સંદેશના આ અંશમાં તેમની રાષ્ટ્રિય ભાવના, વિશ્વ બંધુત્વનો ભાવ તથા હૃદયની વિશાળતા પ્રગટ થાય છે. રાષ્ટ્રના ઘડતરમાં અવરોધક પરિબળો પ્રત્યે તેમણે જે ધ્યાન દોર્યું હતું એ પરિબળો આજે રાષ્ટ્ર વિકાસ માટે ઘાતક સિદ્ધ થઈ રહ્યાં છે. વ્યસનમુક્તિ દ્વારા સમાજને સુસંસ્કૃત, સુખી, સમૃદ્ધ બનાવવા તે સમયમાં જનજાગરણ અભિયાન ચલાવવામાં આવતા હતા. ભારતમાં ઠેર ઠેર નશાબંધીના ઉપક્રમે જનજાગૃતિના કાર્યક્રમો યોજી રાષ્ટ્રીય ચેતના જગાડવામાં આવતી હતી. પૂજ્ય ગુરુદેવ આવા કલ્યાણકારી રાષ્ટ્રીય હિત ધરાવતા કાર્યક્રમોમાં ઘણીવાર ભાગ લેતા અને પોતાના વ્યાખ્યાનો દ્વારા જનજાગૃતિ અભિયાનમાં પોતાનું યોગદાન આપતા હતા. સી. વોર્ડ કોંગ્રેસ સમિતિ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી તા. ૧૨-૪-૧૯૫૩ના દિવસે મુંબઇની લુહાર ચાલમાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ઉપક્રમે એકસાર્વજનિકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં પૂજ્ય ગુરુદેવે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું.. ભાગ્યશાળીઓ ! ધર્મશાસ્ત્રો તો પોકાર પાડી કહે છે કે મિથ્યા સાધનો તથા અભક્ષ્ય ખાનપાનથી મનુષ્યનીદુર્ગતિ થાય છે. આવો વ્યસની માણસ પોતાના શરીરને નુકસાન કરે છે સાથે સાથે પરિવારનો પણ વિનાશ નોતરે છે. ઉપરાંત સમાજ તથા રાષ્ટ્રનું પણ અહિત કરે છે. કોઈપણ ધર્મશાત્રે મદ્યપાનની અનુમતિ આપી નથી, કારણ તેનાથી શરીર વ્યાધિગ્રસ્ત બને છે. માનવી પશુ બની જાય છે. તન,મન તથા ધનની બરબાદી થાય છે. જે ઘરમાં બે ટંક ભોજનના ફાંફા હોય, અંગ ઢાંકવા વસ્ત્રોન હોય, સારાં વાસણોન હોય એવા ઘરમાં શરાબપાન માટે આઠ આનાકે રૂપિયાની માંગણી થાય તો એ ઘરની કેવી દુર્દશા થાય? એવા ઘરમાં ગૃહિણી તથા બાળકોની કેવી હાલાકી થતી હશે? રામ,કૃષ્ણ અથવા મહાવીરનું નામ સ્મરણ કરવાનું તો લોકોને સૂઝતું નથી. તેનાથી વિપરીત વ્યસનના ગુલામ બની બરબાદથવાનીકુમતિ આવા લોકોને કયાંથી સૂઝે છે? આપણા સૌનો ધર્મ છે સ્વયંને આ વ્યસનથી બચાવીએ અને આપણા પડોશી તથા સંબંધીઓને પણ એ વિનિપાતના માર્ગેથી બચાવી સન્માર્ગે વાળીએ...વ્યસનના ચક્કરમાં ફસાઈપરિવાર, સમાજ, રાષ્ટ્ર તથા સ્વયંની બરબાદી કરવા શું આપણને મનુષ્યભવ મળ્યો છે? આત્મામાં અનંત શક્તિ છે. પાપના મેલને પ્રાયશ્ચિત્ત દ્વારા ધોઈ, આત્મશુદ્ધિ કરી ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172