________________
અહીંયા એકતા જાળવી રાખશો, તો તમારા રાજ્યમાં સૌ પ્રથમ સ્વરાજ્યની સ્થાપના થશે અને રાજા પ્રજા તથા સૌનું કલ્યાણ થશે...!'
એકવાર રાયકોટમાં પૂજ્ય ગુરુદેવનું ચોમાસું નક્કી થયું હતું. ચોમાસું શરૂ થવા આડે થોડા દિવસો બાકી હતા, ત્યારે કેટલાક ભક્તો પૂજ્યશ્રીજીને મળ્યા અને તેમણે રાયકોટમાં કોમીતોફાન થવાની વાત પૂજ્ય ગુરુદેવને જણાવી, ત્યાં ચોમાસું નહીં કરવા વિનંતિ કરી. પરંતુ પૂજ્યશ્રીએ તેમની વાત ધ્યાન પર ન લેનારાયકોટમાં જ સુખશાંતિપૂર્વક ચાતુર્માસ પૂરો કર્યો. પૂજ્ય ગુરુદેવના હિંદુ-મુસ્લિમ-શીખ ભક્તો પર તેમના ભાઈચારા તથા એકતાના ઉપદેશના પ્રભાવના કારણે અન્ય વિસ્તારોમાં તંગદિલી થવા છતાં, રાયકોટ કોમી દાવાનળનું બોગ થયું નહોતું. એમના એકતાના સંદેશની એ શુભ અસર હતી એમ સહેજે માની શકાય, એવી આ ઘટના છે.
ભારત પાકિસ્તાનના ભાગલા પછી અમૃતસર પધારેલા પૂજ્ય ગુરુદેવે જૈન સમાજના સાથ સહકારથી વિસ્થાપિત દુઃખી લોકોના પુનર્વસન માટે અનેક યોજનાઓકાર્યાન્વિત કરાવી હતી. થોડા દિવસો પછી પૂજ્ય ગુરુદેવ અમૃતસરથી વિહાર કરી પટ્ટી પધાર્યા. ત્યાંથી વિચરણ કરતા ફરીદકોટ આવ્યા.
મહાન ત્યાગી યુગપુરુષ પૂજ્ય ગુરુદેવના પાવન પગલાં પોતાના શહેરમાં થયાના સમાચારથીરોમાંચિત થયેલા ભાજનોએતેમનાંસ્વાગતની જોરદાર તૈયારીઓ કરી. બેન્ડવાજાં, રક્ષયાત્રા, ભજન મંડળીઓ સાથે લોકો વિવિધ વાહનોમાં સવાર થઈ પૂજ્યશ્રીને વધાવવા
સામા ગયા.
પૂર્ણ વૈરાગી, વિવેક્શીલ, નવીન વિચારધારાના પુરસ્કર્તા, આધુનિક માનવસમાજના મહાન શિલ્પી, રાષ્ટ્રવાદી પૂજ્ય ગુરુદેવને ગંભીર મુદ્રામાં જોઈ લોકો વિમાસણમાં પડી ગયા. તેઓ પણ ગંભીર થઈ ગયા. ભાવપૂર્વક વંદના કરી તેમણે પૂજ્યશ્રીજીને સવિનય ઉદાસીનતાનું કારણ પૂછ્યું. ‘આજે શહેરમાં હડતાળ છે, ખરું ને ? શું કારણ છે ?’ પૂજ્ય ગુરુદેવે ઉપસ્થિત ભક્તજનોને સવાલ કર્યો.
‘મહારાજસાહેબ! આજે દિલ્હીમાંરાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્માગાંધીજીની નિર્મમ હત્યાકરવામાં આવી છે! લોકોએ સ્વિંગતના સન્માનમાં અને હત્યાના વિરોધમાં આજેહડતાળનું એલાન કર્યુ છે!”
‘ભાઈઓ ! આવા પ્રસંગે ધામધૂમ તથા ગાયનવાદન સાથેની તૈયારીઓ કરવી ઉચિત નથી. તમે આ બધુ શીઘ્રતાથી બંધ કરાવો. આપ્રમાણે મારાથી નગરપ્રવેશ કરાય નહીં!'
લોકોની વિવેકબુદ્ધિ જાગૃત થઈ. પૂજ્ય ગુરુદેવની ત્યાગપૂર્ણ તથ્યપૂર્ણ વાત તેઓ સમજી ગયા. તત્ક્ષણ ગાયનવાદન બંધ કરાવી સૌ શાંત થઈ ગયા. ત્યારબાદ ભક્તજનો સાથે પૂજ્યશ્રીજીએ મૌન પાળી શાંતિ અને સાદગીથી નગરપ્રવેશ કર્યો.
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં એક અનોખી ભૂમિકા નિભાવી, અહિંસાતથામાનવતાના પરમ ઉપાસક ગાંધીજી જેવારાષ્ટ્રના સર્વમાન્ય નેતા અને રાષ્ટ્રપિતાના આવા કરુણ અંજામ ટાણે ધામધૂમ કરવી સર્વથા અનુચિત હતી. વિવેકમૂર્તિ વિનમ્ર પૂજ્યશ્રીજીનું આ તદ્દન વ્યાજબી અને વ્યવહારપૂર્ણદ્રષ્ટિબિંદુ હતું. રાષ્ટ્રહિત અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર ગાંધીજીની નિર્મમ હત્યા જેવા ગંભીર પ્રસંગે ધામધૂમ તથા ગાયન વાદન કરવા એ દેશવાસી તરીકે કોઈના
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org