Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 164
________________ સિગારેટશા માટે પીઓ છો?” આમ કહેતા મને કંઈક સંકોચ થયો, પરંતુ પંડિજી તો અત્યંત ખુશ થયા. તેમણે તે વખતે સિગારેટ ફેકી દીધી અને ભવિષ્યમાંદી પણ ન પીવાની પ્રતિજ્ઞા કરી, એટલું જ નહીં પાછળથી તેમણે જાહેરસભામાં કહ્યું હતું... હું અક્કલખોઈ બેઠો હતો પરંતુ એક જૈન મુનિએ મને અક્કલ આપી.” સંત નામદેવના જીવનમાં એકવાર એક બહેન તેના બાળકને ગોળ છોડાવવા સંત પાસે લઈ આવી. નામદેવે તેને અઠવાડિયા પછી બોલાવી. પહેલાં નામદેવે ગોળ છોડ્યો પછી બાળકને ઉપદેશ આપ્યો. પ્રજા હંમેશાં તેના આગેવાન નાયકોનું અનુસરણ કરતી હોય છે. એટલે લોકનાયકો જો પ્રજાને ચારિત્ર્યવાન, પ્રામાણિક, નૈતિકવાદી બનાવવા ઈચ્છતા હોય, તો એની શરૂઆત લોકનાયકોએ પોતાના જીવન વ્યવહારસુધારીને કરવી જોઈએ. પૂજ્ય ગુરુદેવે સ્વદેશી ચળવળના એકલોકનાયકને સાચી રાહ ચીંધીદેશસેવાનું કામ કર્યું હતું. પૂજ્ય ગુરુદેવ આઝાદીના સંગ્રામ દરમ્યાન મહાત્મા ગાંધી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, પંડિત મોતીલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપતરાય, પંડિત મદનમોહન માલવિયા, શૌક્ત અલી, મહંમદઅલી વગેરે રાષ્ટ્રીય નેતાઓના સંપર્કમાં રહ્યા હતા. તેમણે સ્વાતંત્ર સંગ્રામની સફળતા માટે આ મહાનુભાવોને અંતરથી આશીર્વાદનો આપ્યા હતા, પરંતુ આ લોકોની રાષ્ટ્ર ભાવનાને પોતાના પ્રવચનો દ્વારા અસરકારક રીતે લોકો સુધી પહોંચાડીને તેમને પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા પ્રેરણા આપી હતી. પૂજ્ય ગુરુદેવ નિર્ભય, નિસ્પૃહી, આધ્યાત્મિકવિભૂતિ હતા. પ્રેમ, માનવતા, કરુણા, મૈત્રી તથા ભાઈચારાના પૂજારી હતા. તેમણે જૈન સમાજના આંતરિક વિખવાદો મિટાવ્યા હતા. હિંદુ-મુસ્લિમ-શીખો વચ્ચે એકતા તથા ભાઈચારાના મૈત્રી સેતુ બાંધ્યા હતા. મહર્ષિ અરવિંદ મહાપ્રભુ તથા લોકમાન્ય ટીળક ભારતને અહિંસા અને પ્રેમથી સંપન્ન મહાન રાષ્ટ્રના રૂપમાં નિર્મિત કરવા ઈચ્છતા હતા. તેઓ ભૌતિકવાદના અભિશાપથી મહાન ભારતને મુક્ત કરવા ઇચ્છતા હતા. પૂજ્ય ગુરુદેવ પણ આવો જ દ્રષ્ટિકોણ ધરાવતા હતા. તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભારતની જનતાને પ્રેમ, અહિંસા એકતાનો ઉપદેશ આપ્યો હતો. માનવીય ગુણોથી સંપન્ન ભારતવાસીમાત્ર પોતાના રાષ્ટ્રને જગૌરવશાળીનથી બનાવતો, પરંતુ વિશ્વશાંતિનોત પણ બની શકે છે. પૂજ્ય ગુરુદેવે વિભિન્ન તહેવારો તથા જયંતિઓના માધ્યમથી સાંસ્કૃતિક તથા રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી ભારતીય જનમાનસને આત્મબલિદાન માટે સુસજકર્યું હતું. પૂજ્ય ગુરુદેવે પોતાના જીવનકાળ દરમ્યાન સ્વતંત્રતા આંદોલનમાં મહારાણા પ્રતાપ જયંતિ તથા શિવાજી જયંતિ જેવાવીર પુરુષોના પ્રસંગો પર પ્રભાવશાળી વ્યાખ્યાનો આપીને જનમાનસને સ્વાતંત્ર્યસંગ્રામ માટે ઘડ્યું હતું. વિ. સં. ૧૯૬૭માં મહારાણા પ્રતાપ યંતિનો સમારોહગુજરાવાલામાં મનાવવામાં આવ્યો હતો. એ પ્રસંગે તેમણે કહ્યું હતું.... “મહારાણા પ્રતાપની દેશભક્તિ અનુપમ હતી. જે દેશની આઝાદી, સ્વાધીનતા માટે વન વન ભટક્યા, જંગલનાકંદમૂળ ફળ ખાઈને એમણે દિવસો પસાર કર્યા. જે લોહપુરુષને દુઃખ અને ભૂખથી ટળવળતા બાળકોનું રૂદન પણ નડગાવી શક્યું એ પ્રખર વીરવાસ્તવમાં વજનો જ બનેલો હશે. મહારાણા પ્રતાપના જીવનની પ્રત્યેક ઘટનારોમાંચક છે. આજના યુવકો પ્રતાપના જીવનમાંથી -૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172