Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 163
________________ મુંબઈ, પૂના, સુરત, અમદાવાદ, જયપુર, દિલ્હી, અંબાલા જેવા દેશના વિવિધ શહેરો તથા નગરોમાં પૂજ્ય ગુરુદેવ તથા તેમના સાધુ ભગવંતો જ્યારે ખાદીનાં વસ્ત્રો ધારણ કરી મંગલ પ્રવેશ કરતાં ત્યારે તેમના ભવ્ય વરઘોડા નીકળતા. લોકો તેમના ખાદીના વસ્ત્રો જોઈ પ્રભાવિત થતા અને તેઓ પણ સ્વદેશી આંદોલનના પુરસ્કર્તા છે એમ માની અહોભાવથી પ્રેરાઈને લોકો પણ ખાદીનો ઉપયોગ કરવાની પ્રેરણા લેતા હતા. આવા લોકો પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનો સાંભળવા જતા, પૂજ્ય ગુરુદેવના પ્રવચનોમાં પણ વ્યસનમુક્તિ, માનવતા, એકતા, સામાજિક સુધારણાની વાતો, ક્યારેક દેશભક્તિની વાતો સાંભળીને લોકોનાં હૃદય પરિવર્તન થતાં હતાં. આવા લોકોમાં રાષ્ટ્રિય ભાવના ઉત્પન્ન થતી, સમાજધર્મ તથા રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક કર્તવ્યભાવના જાગૃત થતી હતી. આવા લોકો પૂજ્ય ગુરુદેવને રાષ્ટ્રવાદી સંત તરીકે પૂજી તેમના નિર્દિષ્ટ કરાયેલા માનવતા, પ્રેમસભાવનામાર્ગે ચાલવા પ્રયાસ કરતા હતા. આમ પૂજ્ય ગુરુદેવના પ્રભાવથી સમાજમાં જાગૃતિ આવી હતી. સ્વદેશી આંદોલનના પુરસ્કર્તા હોવાના કારણે પૂજ્ય ગુરુદેવ લોકોને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓ અપનાવવા ઉપદેશ આપતા હતા. પૂજ્ય ગુરુદેવ કહેતા... ‘દેશની સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ પર નિર્ભર છે. સ્વદેશી નીતિ અપનાવીને ભારતની કલા, સંસ્કૃતિ તથાસભ્યતાને જીવંત રાખી શકાશે. જો ભારતવાસીઓ કંગાળ થઈ જશે તોદેશની રક્ષા કોણ કરશે?ક્લા અને સંસ્કૃતિના વિકાસથી જ દેશ સમૃદ્ધ અને મહાન બનશે.” સ્વતંત્રતા પ્રાપ્તિ પછી આપણી સ્વદેશી વસ્તુઓ વાપરવાની નીતિમાં દિન-પ્રતિદિન ઢીલાશ આવતી ગઈ છે. આપણે વસ્તુઓના ઉત્પાદનમાં ગુણવત્તા તથાઇમાનદારી ગુમાવી બેઠા છીએ. આજે આપણે અનેક વિદેશી વસ્તુઓ વાપરી દેશની સંપત્તિ ઓછી કરી રહ્યા છીએ. પશ્ચિમાય અસરોથી આપણી સંસ્કૃતિ પ્રભાવિત થઈ છે. આપણી ભાષા,રીતભાત, પહેરવેશ, ભોજન વ્યવહાર, સઘળા પર પશ્ચિમની અસર છે. આપણે વિદેશી ધમાલિયાગીત સંગીતના બંધાણી થઈગયા છીએ. આપણા નેતાઓ પણ અકુશળસિદ્ધ થયા છે. દેશ પર, દેશવાસીઓ પર અબજોનું વિદેશી દેવું છે. આપણા દેશપ્રેમનું આ અધઃપતન છે. આપણે આર્થિક રીતે પરાધીન જેવા થઈ ગયા છીએ. કાશ! આવા સમયમાં પૂજ્ય ગુરુદેવ જેવા રાષ્ટ્રવાદી મહાપુરુષો હયાત હોત તો તેમના માર્ગદર્શન તળે આપણે આપણી અસ્મિતાને જાળવી શકયા હોત. આજે હિંદુ-મુસ્લિમોના કોમવાદનાઝગડાની સમસ્યા સુલઝાવવામાં પૂજ્ય ગુરુદેવ જેવા મહાત્માઓની આપણા દેશને તાતી જરૂર છે. કારણકે ત્યારે પૂજ્યશ્રીજીનો પ્રભાવ એવો હતો કે આ બન્ને કોમો વચ્ચે એકતા તથા ભાઈચારાની ભાવના વિકસી હતી. * સ્વદેશી આંદોલનના દિવસોમાં એક ઘટના બની હતી. પૂજ્ય ગુરુદેવની મુલાકાત વિદેશી વસ્તુઓ વાપરવાના શોખીન પંડિત મોતીલાલ નહેરૂ સાથે થઈ હતી. પૂજ્ય ગુરુદેવે તેમનામાં સ્વદેશી ચળવળની ભાવના શી રીતે જાગૃત કરી એ વાત તેમના જ શબ્દોમાં જોઈએ. “હું પંજાબના અંબાલા શહેરમાં હતો. એ સમયે આપાણા લાડીલા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂના પિતા પંડિત મોતીલાલ નહેરૂ સાથે મારી મુલાકાત થઈ. વાર્તાલાપ દરમ્યાન મેં એમને પૂછયું, જ્યારે આપદેશની આઝાદી માટે મરી ફીટવાતૈયાર છો, તો પછી આપ વિદેશી (૧૩૨ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172