Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 159
________________ 'રાષ્ટ્રીય ચેતપ્રણા ગુલામી, પરતંત્રતા એ માનવી માટે અભિશાપ છે. પíઝમાનવી આર્થિક, સામાજિક તથા ધાર્મિક રીતે શોષણનો ભોગ બને છે. આવો માણસશારીઋિથા માનસિક રીતે શોષાગનો ભોગ બને છે તથા જીવનમાં દરેક પ્રકારની પીડા અનુભવે છે. પતંત્રતા માનવીના અંગત, પારિવારિક જીવનને અસ્ત વ્યસ્ત બનાવી દે છે, દુર્બળ બનાવી દે છે. આવા પરિવારોથી બનેલો નિર્બળ સમાજ પણ કાળાંતરેનીતિમત્તા, ચારિત્ર સંસ્કારી ગુમાવી પોતાની ગરિમા ગુમાવી બેસે છે. આવા સમાજથી બનેલા દેશમાં ધર્મનો વિનિપાત થાય છે. રાષ્ટ્રની અધોગતિ થાય છે અને સંસ્કૃતિનો લોપ થાય છે. અંતિમ બે હજાર વર્ષના ઈતિહાસમાં ભારત પર હાગો, શકો, તાતારીઓ,મોગલો, ડચો, અંગ્રેજો પોર્ટુગીઝો જેવી અનેક પ્રજાઓએ હુમલો કર્યા છે અને કેટલાકે અહીંયા વર્ષો સુધી રાજ પણ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન ભારતનું આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક રીતે શોપણ થયું છે અને પ્રજાનું અધઃપતન થયું છે. પંજાબ કેસરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આ વાત સારી રીતે સમજતા હતા. પૂજ્ય ગુરુદેવ સુધારાવાદી ક્રાંતિકારી વિચારસરણીને વરેલા આધ્યાત્મિક મહાપુરુષ હતા. તેમની દૂરંદેશિતા પણ અદ્વિતીય હતી, એટલે ભવિષ્યની ઘટનાઓ તથા પરિસ્થિતિનો તેઓ સાચો અંદાજ લગાવી શક્યા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન ધાર્મિક પ્રચારની સાથે સાથે સામાજિક ઉત્થાનની પણ ઝુંબેશ ચલાવી હતી. તેઓ માનતા હતા કે સલામત, મજબૂત, સમૃદ્ધરાષ્ટ્ર વિના ધર્મ તથા સમાજની કોઈ ઉન્નતિ શક્ય નથી. પૂજ્ય ગુરુદેવે આ વિચારને ધ્યાનમાં રાખીને જ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી હતી. કન્યા વિક્રય, દહેજપ્રથા, અંધશ્રદ્ધા, વહેમો તથા રૂઢિવાદીતા દૂર કરવા તેમણે કૃષ્ણની જેમ સુદર્શન ચક્ર ચલાવ્યું હતું, જેના ભાગરૂપે તેમણે સ્ત્રી શિક્ષણ, વ્યાવહારિક શિક્ષણ તથા ધાર્મિક શિક્ષણનો પ્રચાર કર્યો હતો. સમાજમાં એકતા, સંપતથા ભાઇચારાની ભાવના કેળવાય તે સારુ સઘન પ્રયાસો કર્યા હતા. દારૂ, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન જેવા સપ્તવ્યસનો સામે અભિયાન ચલાવી સામાજિક નૈતિકતાને નવીનચેતના પૂરી પાડી હતી. તેમણે આઝાદીના લડવૈયાઓને અસહકારની લડતમાં સહકાર આપી, સ્વદેશી વસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપ્યું હતું. પોતાના સાર્વજનિક વ્યાખ્યાનોમાં લોકોને આઝાદીની લડતમાં જોતરાવા પ્રેરણા આપી હતી. ટૂંકમાં સાધુ ધર્મની મર્યાદામાં રહી, રાષ્ટ્રચેતનાના અભિયાનમાં યથાશક્તિ અમૂલ્ય ફાળો આપ્યો હતો. - પૂજ્ય ગુરુદેવના રાષ્ટ્રિય જાગૃતિ અભિયાનને સમજવા તેમના દ્વારા થયેલાં વિશિષ્ટ કાર્યો પર, તેમની કાર્યપદ્ધતિ પર એક દ્રષ્ટિપાત કરવો જરૂરી છે. પૂજ્ય ગુરુદેવના જીવનકાળ દરમ્યાન જ ભારતમાં સ્વાતંત્ર ચળવળ શરૂ થઈ હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજી અસહકારનું આંદોલન ચલાવતા હતા. અહિંસાનું પાલન કરી અંગ્રેજો સામે સત્યાગ્રહના અમોઘ શસ્ત્રનો ઉપયોગ કરતા હતા. મહાત્મા ગાંધીજીની લડતની આ પદ્ધતિ પૂજ્ય ગુરુદેવના સિદ્ધાંતો સાથે મેળ ખાતી હતી. પૂજ્ય ગુરુદેવ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, (૧૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172