Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 151
________________ જ બીજો ચાતુર્માસક્રવાની અનુમતિ આપી દીધી. આચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીજીની પ્રેરણા તથા પ્રયાસોથી મુંબઇમાં એક ધાર્મિક સંસ્થાની સ્થાપનાની યોજના ઘડાઈ ગઈ. આ નવીન સંસ્થાને પૂજ્ય આત્મારામજી મ.સા.ના નામ સાથે જોડવાની વાત થઈ. કેટલાક ભક્તોએ આપણાચાત્રિનાયકનું નામ સંસ્થા સાથે જોડવાની વાત કરી. આમ સંસ્થા સાથે કોનું નામ જોડવું તેના પર ચર્ચા ચાલી, ત્યારે પૂજ્યશ્રીજી બોલ્યા... આ સંસ્થાની સાથે મારું નામ જોડવાની રજા હું કોઈપણ સંજોગોમાં આપીશ નહીં. હા, ગુરુદેવનું નામ સાંકળવા સામે મારો વિરોધ નથી. ખરેખર તો એમના નામથી કોઈ સંસ્થા શરુ થાય એ મારા માટે આનંદની વાત છે. છતાં પાગ હું સ્પષ્ટપણે જણાવવા ઈચ્છું છું કે આ સંસ્થા સાથે અમુક વિશેષ વ્યક્તિનું નામ જોડાતા એ સંસ્થા સીમિત થઈ જશે, કાળાંતરે એક પક્ષની થઈ જતાં અંતમાં તે બંધ થઈ જશે. એટલે આ સંસ્થા ભવિષ્યમાં પ્રગતિ કરે એ દિશામાં આપણે વિચારવું જોઈએ. એટલે આ સંસ્થાનું નામ એવું પસંદ કરો કે જેથી તેને સઘળાનું સમર્થન પ્રાપ્ત થાય!' પૂજ્ય ગુરુદેવની અમૂલ્ય વાત સૌના ગળે ઉતરી ગઈ અને એ રીતે સંસ્થાનું નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય” રાખવામાં આવ્યું. આજે પણ આ સંસ્થા મુંબઇમાં સારી રીતે કાર્ય કરી રહી છે. અલગ અલગ ફિરકાના શ્રાવકો તથા ભિન્ન ભિન્નસંઘાડાના સાધુ ભગવંતોની વચ્ચે વૈચારિક મતભેદગમે તેટલા હોય, પરંતુ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના નામ સામે કદી પણ કોઈ વ્યક્તિ વિરોધ કરી શકે નહીં એ સ્વાભાવિક વાત છે અને સંસ્થાને આવું નામ આપવાથી સૌની લાગણી એના પ્રતિ કેળવાય એટલે કયાંય વિરોધ ન જન્મે. આમ પૂજ્ય ગુરુદેવે દીર્ઘદ્રષ્ટિ કેળવી એકતાનો ખયાલ કરી આ સંસ્થા શરૂ કરાવી હતી, જેનો લાભ સમગ્ર જૈન સમાજને ખૂબ મળ્યો છે અને મળતો રહેશે. મુંબઈથી સુરત પધારેલા પૂજ્ય ગુરુદેવનું આગામી ચોમાસું સુરત ખાતે નક્કી થઈ ગયું હતું. ચોમાસું શરૂ થવાને વાર હતી એટલે તેમણે આસપાસના વિસ્તારમાં ભ્રમણ શરુ કર્યું. નવસારી પાસે આવેલા અષ્ટગામ ખાતે પૂજ્ય ગુરુદેવ પધાર્યા. અહીંયા બાજુના સિસોદરા ગામના લોકોના કારણે સંઘમાં મતભેદ હતા. પૂજ્યશ્રીએ દરમ્યાનગીરી કરી સૌને સમજાવ્યા અને સૌએકતાના સૂત્રથી જોડાઈ ગયા. લોકોનો ઉત્સાહપાણ વધ્યો હતો. અહીંયા જસાધર્મિક વાત્સલ્યનો રિવાજ પણ ફરી શરૂ કરાવ્યો. અષ્ટ ગામમાં જિનાલય નહોતું. પૂજ્ય ગુરુદેવના ઉપદેશ તથા પ્રેરણા પામીત્યાંના શ્રાવકોએ નવીન જિનાલય બાંધવાનો સંકલ્પ કર્યો. અટગામમાં જે ધાર્મિક કાર્યો થયાં એમાં હકીકતમાં તો પૂજ્ય ગુરુદેવ દ્વારા સ્થાપિત કરાયેલી એકતાનો સિંહફાળો હતો એમ સ્વાભાવિક રીતે લાવ્યા સિવાય રહેતું નથી. કુસંપથી ઘેરાયેલા લોકો ઈર્ષા, વેરભાવના કારણે ભાગ્યે જ રચનાત્મક સામાજિક કે ધાર્મિક કાર્યો કરી શકે. પૂજ્ય ગુરુદેવ જ્યાં જ્યાં પણ આવી વિખવાદની પરિસ્થિતિ જોતાં, ત્યાં ત્યાં લોકોને સમજાવી તેમના ખટરાગ દૂરકરાવી સમાજમાં એકતા સ્થાપિત કરાવતા હતા. મુંબઈના ચાતુર્માસ દરમ્યાન એક વિવાદાસ્પદ ઘટના બની. એ ચાતુર્માસમાં બે (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172