Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 141
________________ આદતો, વ્યસનો મૂળભૂત રીતે હાનિકર્તા છે. કેટલાક વ્યસનો શારીરિક હાનિ પહોંચાડે છે, જ્યારે સંપત્તિ, સત્તા, સન્માનના વ્યસનો વ્યક્તિને અહંકારી બનાવી તેના આત્માનું પતન કરી નાખેછે. પરંતુ જગતમાં કેટલાક અલગ ઢંગના મતવાલા વ્યસનીઓ પણ છે. જેમના વ્યસનની પ્રશંસા કરવી પડે. ભક્તિ વ્યસન, દેવદર્શનનું વ્યસન, ગુરુદેવની અમૃતવાણી શ્રવણ કરી ધાર્મિક ચર્ચા કરવાનું વ્યસન ધરાવતી વ્યક્તિઓ ખરેખર બડભાગી છે. આવા વ્યસન તેમની આત્મોન્નતિમાં ઉપકારક સહાયક સિદ્ધ થાય છે. પૂજ્યશ્રીજી જ્યારે જ્યપુરમાં રોકાઈધર્મની અમૃતવાણી વરસાવી રહ્યા હતા, ત્યારે કેટલાક જ્ઞાનપિપાસુ ભક્તો તેમની આત્મ કલ્યાણકારી દિવ્યવાણીનો રસાસ્વાદ માણવા આવતા હતા. એવા ભક્તોમાં શ્રી દીનદયાલ તિવારી પણ હતા. પ્રવચનના રસિયાશ્રી તિવારી સમયસર પૂજ્યશ્રીજીનું વ્યાખ્યાન સાંભળવા પહોંચી જતા. જેમ જેમ તેઓ પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનોસાંભળતા ગયા, તેમ તેમ તેમને પ્રવચન સાંભળવાનું વળગણ લાગતું ગયું. તિવારીજી પ્રવચન તો સાંભળતા જ પરંતુ ત્યારબાદનિરાંતની પળોમાં પૂજ્યશ્રીજી પાસે બેસી ધર્મ વિષયક અચૂક ચર્ચા પણ કરતા. ક્યારેક વિપરીત સંજોગોમાં જો તેઓ વ્યાખ્યાન સાંભળવાનું ચૂકી જતાં, તો પાછળથી પણ સમય કાઢી તેઓ અચૂકપણે પૂજ્યશ્રીજી પાસે પહોંચી જતા અને વ્યાખ્યાનનો સારાંશ સંભળાવવા તેમને વિનંતી કરતા. સરળ પ્રકૃતિના પૂજ્ય ગુરુદેવ પણ તિવારીજીની ભાવના જાણી તેમની સાથે પ્રેમથી ધર્મચર્ચાકરતા વ્યાખ્યાનનો સારાંશ પણ સંભળાવી દેતા. સરિતા વિના મૂલ્યે જગતના જીવોને પાણી આપતી હોય, સૂર્ય પણ લોકોને પ્રકાશ તથા ઉષ્મા આપતો હોય, વૃક્ષો છાયા દેતાં હોય, મીઠા મધુર ફળોને પ્રાણવાયુ આપતા હોય તો પછી પરમ ઉપકારી દયાળુ, વિશાળ હૃદયના સ્વામી પૂજ્ય ગુરુદેવ મુમુક્ષુ ભક્તને જ્ઞાનનો પ્રસાદન આપી શકે? સુંદર અસ્ખલિત તયુક્ત વાધારા તથા વાણીચાતુર્યથી કેટલાક લોકોને થોડો સમય પ્રભાવિત કરી રાજકારણીઓ, નેતાઓ તથા તથાકથિત સાધુસંતો મનવાંચ્છિત લાભ મેળવી લેતા હોય છે, પરંતુ પ્રાતઃ કાળના ઝાકળ જેવા આ પ્રકારના વાણી વિલાસનો પ્રભાવ પૂર્ણ થતાં લોકો છેતરાયાની લાગણી અનુભવતા, આવા નેતાઓ તથા કહેવાતા સંતોનો સાથ છોડી દેતા હોય છે. વાણી તો વરદાન સમાન હોવી જોઈએ. હૃદય સોંસરવી ઉતરી જાય, સૂતેલા જીવાત્માને જાગૃત કરી દે, મોહમાયાની લીલાના બંધનો કાપી નાખે તેવી ચોટદાર વાણી હોવી જોઈએ. જે વાણીમાંથી અવિરત ધર્મધ્યાનના નિર્ઝર વહેતા હોય, જેમાં સત્યપૂર્ણ આચાર વિચારની શુચિતા હોય... ઉરના ઉંડાણેથી પરમાર્થયુક્ત નવનીત જે વાણીમાંથી પ્રગટતું હોય એ વાણી, વક્તવ્ય, વચન અમૂલ્ય હોય છે અને આવા ઉપદેશ જ લોકોના જીવનમાં આમૂલ ક્રાંતિ લાવી દેતા હોય છે. પૂજ્યશ્રીજીની વાણીમાં આવી સચ્ચાઇ, નિર્મળતા તથા સત્વ રહેલાં હતાં અને એ વાણીના અલૌકિક પ્રભાવથી ઘણા જૈન-જૈનેતર ભક્તોના જીવનમાં પરિવર્તન આવ્યાં હતાં. વિ.સં.૧૯૭૭ના ચાતુર્માસમાં બિકાનેરનો એક લાખોપતિ સજ્જન બ્રાહ્મણ પરિવાર ૧૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172