________________
ભક્તો તેમના આરાધ્ય દેવ,ગુરુભગવંતોના પ્રેમ દીવાના હોય છે.
રાજસ્થાનના ગોરવાડ પ્રદેશમાં પૂજ્યશ્રીજીની નિશ્રામાં તેમની પ્રેરણાથી ચાલતી સુધારાવાદી પ્રવૃતિમાં શ્રી જસરાજજી સિંધીએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. તેઓ પૂજ્ય ગુરુદેવના અનન્ય ભક્ત હતા. નેકદિલ, આજ્ઞાંકિત, ધગશશીલ જસરાજજી વકાણામાં પૂજ્યશ્રીજીનું કામ સંભાળતા હતા. એકવાર તેઓ ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા.
માંદગી દિન-પ્રતિદિન વધતી ચાલી. તેમની જીવનજ્યોત ધીરે ધીરે ક્ષીણ થવા લાગી. અંતરમાં તેમને અહેસાસ થઈગયો કે હવે આદુન્યવી જગતની ધર્મશાળાસદાય માટે છોડવાની છે, પરંતુ દિલમાં પૂજ્યશ્રીજી પ્રત્યેની અગાધ પ્રેમગંગામાં એક જ અભીપ્સારૂપી તરંગ ઉછાળા મારતું હતું..
પૂજ્ય ગુરુદેવજીના એકવાર દર્શન કરી લઉં પેટ ભરીને!' પંન્યાસ લલિતવિજયજી મ.સા.ના ધ્યાનમાં જસરાજજીની ઝંખનાની વાત આવી. તેમણે તુરતાપૂજ્યશ્રીજીને સમાચાર મોકલાવ્યા. એક વાર શ્રીકૃષ્ણ જમવા બેઠા હતા અને હજુ તો પ્રથમ કોળિયો મુખમાં લેતા હતા, ત્યાં જ સઘળું છોડી મહેલ બહાર દોડ્યા...કારણ તેમના એક ભક્ત પર ગામની શેરીમાંનાદાન લોકો પથ્થર પથ્થરવર્ષા કરતા હતા. ભકત મુશ્કેલીમાં હોય ત્યારે આરાધ્ય ગુરુ શી રીતે મદદ ધાવામાં વિલંબ કરી શકે ?
પૂજ્યશ્રીજીએ સમાચાર સાંપડતા જસઘળા કામો કોરાણે મૂકી દીધા. તત્કાળ તેઓ વરકાણા આવી ગયા. પ્રેમથી જસરાજજીને મળ્યા. અંતરથી આશીર્વાદ આપ્યા અને ગુરુદર્શનની ખેવના પરિપૂર્ણ થતાં જ જસરાજજીનો આત્મા અનંતની યાત્રાએ પ્રયાણ કરી ગયો! પૂજયશ્રીજીએ એમને અંજલિ આપતા કહ્યું હતું,
‘આજે આપણા સમાજનો સાચો સેવક ચાલ્યો ગયો. ગોરવાડમાં જ્ઞાનની જયોત પ્રગટાવવા એમણે પોતાના લોહીનું પાણી કરી નાખ્યું હતું.'
જસરાજજી જેવા અનન્ય ભક્તના આત્માએ પૂજયશ્રીજીના વ્યક્તિત્વમાં અવશ્યમેવ એવું કોઈક દિવ્યતત્ત્વ નિહાળ્યું હશે જે તેમની અનંતયાત્રાને સુખરૂપ બનાવી શકે. સાચા ભક્તો જસભાનાવસ્થામાં દેહત્યાગ કરી શકતા હોય છે. એવા ઉન્નત આત્માઓ જમૃત્યુનો પૂર્વાભાસ પામી અંતિમ ક્ષણે પરમાત્મા તુલ્ય આરાધ્ય ગુરુદેવના દર્શનની અભિલાષા સેવીશકે, નહીંતરઆ સંસારમાં લોકો આકસ્મિક રીતે જ મૃત્યુને ભેટતા હોય છે અને મૃત્યુની ક્ષણે પણ જીવનના હિસાબ કિતાબ, સરવાળા બાદબાકીની પળોજણમાં જ આવા લોકો પરોવાયેલા રહેતા હોય છે, પરંતુ સાચા ગુરુભક્તોનું મૃત્યુ અમૃતમય બની જતું હોય છે. - આપણા બહુરંગી સમાજમાં લોકો વિવિધ વ્યસનોથી પીડાઈરહ્યા છે. સામાન્ય સંઘર્ષમાં જીવતા માનવીને તમાકુ, તપખીર બીડી, ચા, કોફી, શરાબનું વ્યસન હોઈ શકે. ધર્મઝનૂની ઔરંગઝેબ જેવાકે હિટલર જેવાને ધર્માધતાનું વ્યસન હતું. જગ વિખ્યાત સમરસેટ મોમ નામના અતિ ધનાઢચને સંપત્તિ વધારવાનું ભયંકર પરિગ્રહનું ભારે વ્યસન હતું. નેપોલિયન સિકંદર રાજ્ય વિસ્તારના વ્યસનીરોગી હતા. કેટલાક લોકોને ખ્યાતિ પ્રાપ્ત કરવાનું ગ્રીનીચ વર્લ્ડ બુકમાં પોતાનું નામ નોંધાવવાનું વ્યસન લાગી જાય છે. જગતના બધા જ પ્રકારના નશા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org