Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 139
________________ સંબંધ કાપી નાખત, પરંતુ મુનશીજીના સમર્પિત ભાવમાં અહંકારને કોઈ સ્થાન નહોતું. શું ભક્ત કદી પોતાના આરાધ્ય ગુરુદેવને મુશ્કેલી પડે એવી ભાવના રાખે ખરી? નિર્મળ અંતરમાંથી પ્રગટેલી વાણીમાં સભ્યની અમૃતધારા વહેતી હોય છે. ધર્મના રહસ્યપા સિદ્ધાંતો માટે અનુભવી સાધુ ભગવંતની વાણી દ્વારા પ્રગટે છે, ત્યારે નિખાલસ, નિષ્કપટ તથા જિજ્ઞાસુમુમુક્ષુઓના દિલોદિમાગ પર તેનો જબરજસ્ત પ્રભાવ ઉત્પન્ન થયા સિવાય રહેતો નથી. પૂજ્યશ્રીજીનીવાણીમાં એ સચ્ચાઈ, આકર્ષણ અને અમૃત સમાયેલાં હતાં કે ભાવક આત્મા તેમના અનુરાગી થઈ જતા.-સાચા ભક્તનો આત્મા હિંદુ, જૈન, મુસ્લિમ, શીખકે ઈસાઈકોઈપણ જાતના પ્રાણાલિકાત્ત ધર્મથી પર હોય છે. જાગૃત આત્મા તો સત્યનો સમર્થક, પરમાત્વનો ઉપાસન્ને ઉત્થાનનો પક્ષપાતી હોય છે. પંજાબના રામનગર ગામમાં પૂજ્ય ગુરુદેવ રોકાયા હતા. ત્યાં તેમણે મનનીય પ્રવચનો આપ્યા. સ્વાભાવિક રીતે જ જેમ ઉપવનમાં ક્યાંય પણ કેવડાના પુષ્પ ખીલેલાં હોય તો તેની સુવાસથી ભ્રમરો દૂર દૂરથી સ્વયં ખેંચાઈ આવે, તેમ પૂજ્યશ્રીજીની અમૃતવાણીનો લાભ લેવા રામનગર તથા આસપાસના વિસ્તારના જૈન જૈનેતર ભાવિકો હરખભેર ઉમટી પડતા. રામનગરથી પૂજ્યશ્રીજીની વિદાયવેળા આવી, ત્યારે પાસેના અકાલગઢ ગામના જૈનેતર ભાવિકો, જેમણે ગુરુ ભગવંતની જ્ઞાન સરવાણીનો લાભ ઉમંગભેર લીધો હતો, તે બધા ભાવપૂર્વક પૂજ્યશ્રીજીને મળ્યા. તેમણે સાચા અંતઃકરાગથી પૂજ્ય ગુરુદેવને અકાલગઢ પધારીધર્મલાભ આપતા વિનવણી કરી. વીતરાગ પંથના સત્યશોધક સરળ પ્રકૃતિના પૂજ્ય ગુરુદેવ માની ગયા. તેઓ અકાલગઢ પધાર્યા. ગામમાં સમ ખાવા પૂરતું એક પણ જૈન શ્રાવકનું ઘર નહોતું, છતાં જૈનેતર ભક્તોની ભાવભીની આસ્થા, લાગણી તથા જ્ઞાન પ્રાપ્તિની અભીપ્સા જાણી તેઓ ત્યાં પંદર દિવસ રોકાયા અને ધર્મની મંગલ પ્રભાવના કરી. ભક્તનો ધર્મ, જાતિ જેવી ગૌણ વાતો નહીં, પરંતુ તેની ભાવના તથા જ્ઞાનપ્રાપ્તિની તલબ જગુરુદેવ માટે મહત્ત્વની વાત હતી. પૂર્ણ પ્રેમભાવથી તુષિત ભક્ત ભગવાન તુલ્યગુરુને પોકારે, તો ગુરુ ભક્તની ભાવનાની ઉપેક્ષા શી રીતે કરી શકે? વર્ણાશ્રમ પ્રમાણે રામાયણની પરમરામભક્ત શબરી ભીલ જ્ઞાતિની હતી, છતાં ક્ષત્રિય રઘુકુળના ભગવાન શ્રીરામે તેના એંઠા બોર ખાધા નહોતા? મહાભારતમાં યોગેશ્વર શ્રીકૃષ્ણ કૌરવોના બત્રીસ જાતના પકવાનને ભુલાવી, પ્રેમાળ ભક્ત વિદુરજીની સાદી ભાજી આરોગી નહોતી? કલિકાલકલ્પતરૂઆચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા. ભક્તોની ભાવનાના ભૂખ્યા હતા. એમને મન ભક્તની અંતરની શુદ્ધ ભાવનાનું મૂલ્ય હતું. અને એટલે જ તેઓ જૈનેતર લોકોમાં એક વંદનીય પૂજનીય અનુસરણીય સંત તરીકે લોકપ્રિય હતા. ઈનનાતો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે મેરા સાંવરા નિકટ હો જબ પ્રાણ તનસે નિકલે એક ભક્ત કી હૈ અરજીખુદગર્જ કી હૈ ગરજી...!' ઉપરોક્ત સુંદર ભાવ ભક્ત કવિ સુરદાસે યોગેશ્વર શ્રીકૃષણની સમર્પિત ભાવની ભક્તિમાં તરબોળ થઈ પોતાના આરાધ્ય દેવને સંબોધીને ગાયેલા ભક્તિગીતમાં વ્યક્ત કર્યો છે. સાચા -૧૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172