________________
કારણકે સંપ એકતા વિના સમાજની પ્રગતિ સંભવનહોતી. અને નિર્બળ સમાજકદાપિ ધર્મપાલનમાં સ્થિર થઈ શકે નહીં
પૂજ્ય ગુરુદેવ ઉદાર દિલના ઉમદા પ્રકૃતિના મહાપુરુષ હતા. જેન ફિરકાના સાધુ ભગવંતોમાં પણ એકતાની સ્થાપના થાય તે માટે પોતે ગમે તે બલિદાન આપવા તૈયાર હતા. સામાજિક તથા સાધુ સમુદાયની એકતા માટે તેમણે પોતાની આચાર્યપદવીન્યાગવાની પણ સહર્ષ તૈયારી બતાવી હતી. આવી ઉચ્ચ હેતુપૂર્તિ માટે અન્ય ફિરકાના સાધુ ભગવંતને સ્વયં વંદનારવા પણ તૈયાર થઈગયા હતા. તેમણે સાધુ ભગવંતોની એકતા સારુ સંમેલનો બોલાવીને સમગ્ર સાધુ સમુદાયમાં એક જ આચાર્ય રહે એવો પ્રસ્તાવ પણમૂક્યો હતો. પૂજ્ય ગુરુદેવની આ દૂરંદેશિતા હતી. જો સઘળા સાધુ ભગવંતો વચ્ચે સંપ તથા ઐક્ય સ્થપાય તો તેમના સઘળા અનુયાથી શ્રાવકો વચ્ચેની ભેદની દીવાલો તૂટી જાય અને માત્ર નારા ગજવવા પૂરતી જ હમ સબમહાવીર કીસંતાન હૈ' એ સૂત્ર સાચા અર્થમાં અર્થપૂર્ણ, સાર્થક થઈશકે.
પૂજ્ય ગુરુદેવનો ધાર્મિક અભિગમ પણ વિધેયાત્મક હતો. હિન્દુ, શીખ, ઈસાઈ, ઈસ્લામ જેવા જગતના તમામ અન્ય ધર્મો પ્રત્યે તેમના અંતરમાં સમાદરસમભાવ હતો. આ વાતની પુષ્ટિ તેમના વિવિધ ધર્મના જૈનેતર ભક્તોનાં પૂજ્ય ગુરુદેવ પ્રત્યેના અહોભાવ તથા ચાહના કરી જાય છે. પૂજ્ય ગુરુદેવ ઈચ્છતા હતા કે સર્વ ધર્મના લોકો અરસ પરસ સંપ, એકતા તથા ભાઈચારાનીલાનાણીથી રહે. તેમણે પોતાના જાહેર પ્રવચનોમાં આવી સમભાવ કેળવવા સારુ ઘણીવાર લોકોને સમજાવ્યા હતા. - સર્વ ધર્મમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ, ભાઈચારો ઈમાનદારી, પ્રેમ, સદ્ભાવ,દયા, મૈત્રી, કરુણા, સમભાવ જેવા સિદ્ધાંતો જુદી જુદી રીતે ઉલ્લેખ મ્યા છે. મનુષ્ય માત્રનું ભૌતિક રીતે તથા આધ્યાત્મિક રીતે કલ્યાણ થાય અને આ પૃથ્વી સ્વર્ગ સમાન બની જાય એવી એકતા, સંપ, જગતના સઘળા મનુષ્યો વચ્ચે સ્થપાય એવી વૈશ્વિક એકતાની ભાવના પૂજ્ય ગુરુદેવસેવતા હતા અને એમના ચિંતન પ્રમાણે અહિંસા, અપરિગ્રહ તથા સત્ય જેવા સિદ્ધાંતોને વરેલા જૈન ધર્મમાં વિશેષ સંભાવના હતી કે એ વિશ્વધર્મ તરીકે સર્વગ્રાહી થઈ શકે.
જગતમાં મનુષ્યનો વ્યક્તિગત પરિવાર જો બીજ છે, તો સમગ્ર વિશ્વ જનસમુદાય એ એ પૂર્ણ વિકસિત વટવૃક્ષ છે. બીજથી લગાવી થડ, ડાળીઓ, પાંદડા, કૂંપળ સુધી કયાંય કુસંપ, કલહ, વિખવાદ, ખટરાગ, ઈર્ષા, અહંકાર કે હુંસાતુંસી ન રહે અને સઘળે સંપ એકતા ભાઈચારાનો પ્રકાશ ઝળહળતો રહે એવી સંભાવના પૂજ્ય ગુરુદેવ સેવતા હતા. પરિવારની એકતાથી સમાજની એકતા બળવાન થાય છે, સમાજથી રાષ્ટ્રની એકતા બળવાન થાય છે અને રાષ્ટ્રોની એકતાથી સમગ્ર જનસમુદાય નિર્ભયસુખી થઈ શકે છે. આવા સુલેહભર્યા, શાંતિભર્યા વાતાવરણમાં ધર્મપાલન સહજ સરળ આનંદદાયી બની શકે છે અને સઘળાની ભૌતિક તથા આધ્યાત્મિક ઉન્નતિ થતાં મનુષ્યભવની સાર્થકતા સધાય છે. ‘ચાહો બધાં પરસ્પર સાહો બધા પરસ્પર..” એ પૂજ્ય ગુરુદેવની અખંડ અભિલાષા હતી.
મનુષનો કર્મ કરવા પર અધિકાર છે. ફળ પ્રાપ્તિ તેના હાથમાં નથી. પૂજ્ય ગુરુદેવે એકતા સ્થાપવા જે પ્રયાસો કર્યા છે એનાથી ઘણાં સારાં પરિણામ પ્રાપ્ત થયાં છે. આજે જૈન
-૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org