________________
છે, શ્રીસંઘે દશહજાર આપવાની તૈયારી રાખવી છે. મકાનન સોંપેનો, ગોદડશાહને સંઘ બહાર કરવાની ધમકી પાગ અપાઈ હતી, પરંતુ આ ભાઈએ કોઈની વાત કાને ધરી નહોતી. અને આજે આ ભાઈપૂજ્ય ગુરુદેવ! આપનાપગ્ય પ્રતાપસ્વયં સામે ચાલીને મકાન આપવા તૈયાર થઈ ગયા છે. આ મકાન જો ધર્મશાળાને મળી જાય તો ધર્મની બાબતમાં એક ઉત્તમ કાર્ય થયું ગાગાશે.'
ગોદડ શાહની ઉદારતા તથા શ્રીસંઘના અતિ આગ્રહને માન આપી પૂજ્ય ગુરુદેવે પાલનપુરમાં ચાતુર્માસ કરવા અનુમતિ આપી દીધી. પૂજ્યશ્રીજીના દિવ્ય સાંનિધ્યમાં બેઠેલા હઠીલા ગોદડશાહના અંતરમાં પણ ધર્મ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા થઈ, તેમનું હૃદય પરિવર્તન થયું એ વાત પૂજ્યશ્રીજીની પવિત્રસાધુતાનો ચમત્કાર હતો.
નવસારી પાસે કરચલિયા નામનું ગામ હતું. આ ગામમાં વર્ષોથી કોઈ સાધુ ભગવંતે પદાર્પણ કર્યું નહોતું. અહીંના લોકોની આચાર-વિચારમાં શુદ્ધિ રહી નહોતી. લોકો લસાગ, કાંદા જેવા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા હતા. આવા ગામમાં પૂજ્યશ્રીજીએ પધરામાગી કરી. ત્યાં કેટલાક દિવસ રોકાઈપ્રવચનો આપ્યા અને લોકોના આચાર-વિચારની શુદ્ધિ કરી.
કરચલિયામાં જિનાલયનહોતું. આ ગામની પાસેવાગિયાવાડનામના બીજા ગામમાં પરમાત્મા શ્રી સંભવનાથજીની સુંદર પ્રતિમા હતી, કરચલિયાનો શ્રીસંઘ વાગિયાવાડના મંદિરની દેખરેખ રાખતો હતો. ભૂતકાળમાં એ પ્રતિમાજીને કરચલિયા પધરાવવા એક મહાત્માની નિશ્રામાં પ્રયાસ થર્યો હતો. પરંતુ પ્રતિમાજીને લાવતા લોકોને પેટમાં ભયંકર શૂળ ઉપડ્યું, એટલે એ કાર્યક્રમ મુલત્વી રાખવો પડ્યો હતો.
પૂજ્યશ્રીજીએ કરચલિયાના શ્રાવકોને પુનઃ એકવાર પ્રતિમાજીને ગામમાં લઈ આવવા પ્રયાસ કરવા સમજાવ્યા. પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી એ ચમત્કારિક પ્રતિમાજીને નિર્વિદને ગામમાં લાવવામાં લોકોને સફળતા સાંપડી. પૂજયશ્રીજીની આધ્યાત્મિક શક્તિનો જ એ ચમત્કાર હતો કે જે પ્રતિમાજીને લાવતા લોકો હેરાન થયા હતા, લોકો ભયભીત થયા હતા, એ દુષ્કર કામ સરળતાથી પાર પાડી શકાયું.
પૂજ્ય ગુરુદેવના સાધનાયુક્ત પ્રભાવશાળીયોગીજીવનમાં એક અલૌકિક ઊર્જા હતી. આસામર્થ્ય તેમના વ્યક્તિત્વને દીપાવતું હતું. તેમની વાણીમાં અલૌકિક પ્રભાવ હતો. તેમના મુખેથી નીકળેલી વાત કદાપિ મિથ્યા થતી નહીં. તેમની ભવિષ્યવાણીઓ હંમેશાં સાચી પુરવાર થતી. તેમના વાણીપ્રભાવના કારણે ઘણા જૈન-જૈનેતરીના જીવનમાં આમૂલ ક્રાંતિ આવી હતી. ઘણા લોકોએ માંસ-મદિરા, શિકાર, પરસ્ત્રીગમન જેવા સપ્ત વ્યસનોનો ત્યાગ કર્યો હતો. ઘાણા નાસ્તિકોના જીવનના અંધારા ઉલેચાયાં હતાં. ઘાણા તર્કવાદીઓને ધર્મની દિશા સાંપડી હતી. પૂજ્યશ્રીજીના વાણી પ્રભાવના કારણે ઘણા સામાજિક સુધારા થવા પામ્યા હતા. શિક્ષણ પ્રચારને પ્રવેગ મળ્યો હતો. તેમની વચનસિદ્ધિના કારાઘારા લોકોની પ્રાગરક્ષા થઈ હતી. ૧૯૪૭ના ભાગલા પછી બેહાલ થયેલા પરિવારોને પગભર થવામાં પૂજ્ય ગુરુદેવની હૃદયસ્પર્શી અપીલથી માલેતુજારોએ મદદકરી હતી. જળસંક્ટ, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org