Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 125
________________ બેઠક યોજી. આ બાબતમાં વિચાર વિમર્શ કર્યો. નિર્ણય લીધો. બધા અગ્રણીઓની આગેવાની લેતા ગુજરાવાલા શ્રીસંઘના નેતા લાલા માણેકચંદજી, જગન્નાજી તથા પન્નાલાલજીએ ભક્તિભાવ પૂર્વક ગુરુદેવ સમક્ષ નિવેદન કર્યું, ‘કૃપાનિધિ! આપના નિયમનું પાલન થશે. અમે ગુજરાંવાલા શ્રીસંઘ તરફથી આપને ખાતરી આપીએ છીએ કે, આ ચાતુર્માસમાં જ શ્રીસંઘ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરીને જ રહેશે. આપ અમારા પર વિશ્વાસ રાખો અને ધામધૂમથી નગરપ્રવેશ કરાવવાની અનુમતિ આપો.’ અગ્રણીઓની વાત સાંભળી પૂજ્યશ્રીજીના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ. સસ્મિત વદને તેમાગે ભક્તોને રજા આપી. | ગુજરાવાલામાં પૂજ્યશ્રીજીએ ગુરુભક્તિથી પ્રેરાઈને એક દિવસ પ્રતિજ્ઞા લીધી.. 'જ્યાં સુધી આપાગા ગુરુદેવ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મ.સા.) નાસમાધિસ્થાનમાં ગુરૂકુળની સ્થાપના નહીં થાય, ત્યાં સુધી હુંગોળ, ખાંડતથા તેમાંથી બનતા વ્યંજનો ગ્રહાગ નહીં કરું! દૂધ પણ કિધું જ પીશ!' તે સમયમાં ગુરુકળ બનાવવા એક લાખ રૂપિયાની જરૂર પડે અને ત્યારે પંજાબના શ્રાવકો એટલા તવંગર નહોતા, કે પૂજ્યશ્રીજીની ઈચ્છા ઝટપટપૂરી કરી શકે! - પૂજ્યશ્રીજીની પ્રતિજ્ઞાની જાણ પંજાબમાં અન્યત્ર વિચરણ કરતા તેમના અત્યંત ભાવનાશાળી શિષ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજ્યજી મહારાજને થઈ. તેમણે મનોમંથન કરી એક યોજના ઘડી. તેમણે પંજાબના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત ભ્રમણ શરૂ કર્યું. દરેક પ્રકારની અડચણો અને પરિસતો વેઠી તેમણે ગામડે ગામડે શ્રાવકોનો સંપર્કકર્યો. સૌ ભાવિકોને પોતાની પ્રભાવક શૈલીમાં પ્રવચનો આપી, પૂજ્યશ્રીજીના શુભ સંકલ્પને પરિપૂર્ણ કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા. તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમણે એકલવીર થઈ૬૮ હજારનો ફાળો એકઠોકરાવી લીધો. - પૂજ્ય ગુરુદેવના બીજા શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજ ત્યારે મુંબઈમાં વિલે પાર્લે ખાતે રોકાયેલા હતા. તેમની તબિયત ખરાબ હતી. પૂજ્ય ગુરુદેવની પ્રતિજ્ઞાથી તેઓ ચિંતાતુર થઈગયા. પરંતુ પોતે બીમાર હોવાથી આ બાબતમાં કંઈપણકરવાલાચાર હતા. તેમની સુખસાતાપૂછવા તેમના વૈષ્ણવ ભક્ત શેઠશ્રી વિઠ્ઠલદાસ ઠાકુરદાસ એક દિવસ આવ્યા. તેમણે શ્રીલલિતવિજયજીને પોતાના ગુરુકર્યા હતા. તેમણે ચિંતાનું કારણ પૂછ્યું પૂરી વાત જાણી શકે બાકીની રકમ પોતાની પાસેથી મોકલાવી આપી. આપણા ચારિત્રનાયકની પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરાવી, આમ ગુજરાવાલામાં ગુરુકુળની સ્થાપનાનું પૂજ્ય ગુરુદેવનું સપનું સાકાર થયું. જો કે વધુ પડતા પરિશ્રમ તથા આહાર વિહારની અનિયમિતતાના કારણે પૂજ્ય ગુરુદેવના પ્રિય શિષ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી મહારાજનું સ્વાથ્ય ભયંકર રીતે કથળ્યું અને કાળાંતરે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. એ દ્રષ્ટિએ વિચારતા પૂજ્ય ગુરુદેવની શિક્ષણપ્રચારની પ્રવૃત્તિના કારણે આજે જૈન સમાજ તેના જે મીઠાં ફળ ભોગવી રહ્યો છે, તેના મૂળમાં ઉપાધ્યાય શ્રી સોહનવિજ્યજી મ.સા. જેવા ગુરુભક્ત તપસ્વીનું સ્વૈચ્છિકકતૃત્વભાવથી અપાયેલું બલિદાન પાગ રહેલું છે. પૂજ્યશ્રીજીની સામાજિક ઉત્કર્ષની પ્રવૃત્તિને જે તે સમયે સાંસારિક ગણાવનાર ટીકાકારોએ આ વાતની નોંધ લેવાની જરૂર હતી જ. (૧૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172