________________
'જે 1ર ભકતો તારણહાર દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી જ્યારે કેવલ્યને ઉપલબ્ધ થયા, ત્યાર પછી તેમના દિવ્ય પ્રભાવી વ્યકિતત્વ અને સત્યપૂર્ણ આત્મોદ્ધારક વાણીના કારણે અનેક રાજામહારાજાઓત્યાગ અને તપશ્ચર્યાનો મહિમા જાણી તેમના ભક્ત થયા હતા. તે જ પ્રમાણે પરમાત્મા ગૌતમ બુદ્ધના સત્યપ્રકાશથી પ્રભાવિત થયેલા અનેક રાજવીઓતથા અન્ય લોકો તેમના ભક્ત થઈ ગયા હતા. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજીના વિરલ વ્યક્તિત્વ તથા ધર્મપ્રેરિત અમૃતવાણીથી પ્રભાવિત થઈ હજારોની સંખ્યામાં તત્કાલિન ક્ષત્રિયો તેમના ભકત બની ગયા હતા. સંત કબીર તથા નાનકના પણ પ્રભાવથી અનેકવિવિધ ધર્મ જાતિના લોકો તેમના ભક્ત બની ગયા હતા.
ટૂંકમાં જ્યાં સત્ય છે, સંસારના ઉદ્યાનમાં જ્યાં શાંતિ આનંદ અને સંતોષના પ્રણેતા વિરલસાચા સંતો, મહાપુરુષો, મહાત્માઓ તથા સાધુપુરુષારૂપી પરમાત્માના સુવાસિત પુષ્પો પાંગર્યા છે, ત્યાં પતંગિયા, મધમાખીની જેમ લોકો ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ ભૂલી આત્મકલ્યાણ સારુ આવા મહાપુરુષોના અનુયાયીઓ, શિષ્યો, ભક્તો બની ગયા છે.
કલિકાલ કલ્પતરુયુગદ્રષ્ટા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબપણ અહિંસાના પરમ પૂજારી અપરિગ્રહીમહાત્મા હતા. મૃદુ પ્રભાવક વાણીના સ્વામી હતા. સમતાભાવના ઉપાસક હતા. માનવતાવાદી તેમનો દ્રષ્ટિકોણહતો. મૈત્રી, કરાગા, માધ્યસ્થી ભાવનાના સાક્ષાત્ મૂર્તિ હતા. નિરભિમાની તેમનું વ્યક્તિત્વ હતું. સઘળામાં પરમાત્માનો વાસ જોતા પૂજ્યશ્રીજી અન્ય સર્વધર્મોનો સમાદર કરનાર જ્ઞાની-ધ્યાની સરળ વ્યક્તિત્વના મહાપુરુષ હતા. આવા વિરલકર્મયોગી સાધુપુરુષના વ્યક્તિત્વમાં એક અનોખી આભા હતી. તેમના વાણીવર્તનમાં એક પરોપકારી સંતપુરુષના દર્શન થતા હતા. જેના દર્શન ઉપરાંત હિંદ, બૌદ્ધ તથા અન્ય ધર્મોનું તલસ્પર્શી જ્ઞાન તેઓ ધરાવતા હતા. આવા મહાપુરુષ પછી કોઈ એક જ સંપ્રદાયમાંકે ધર્મમાં લોકપ્રિય શી રીતે રહી શકે? પૂજ્યશ્રીજીની આવી સર્વગ્રાહી સાધુતાનાં પરિપાકરૂપે તેઓ જૈનોમાં જમાત્ર નહીં, પરંતુ આ ઉપરાંત હિંદુઓ, મુસ્લિમો, શુદ્રો, શીખો તથા ઈસાઈઓ એમ અન્ય જૈનેતર લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિ થયા હતા. જૈનોના આ જ્યોતિધરમહાપુરુષ જૈનેતર લોકોમાં કેટલા લોકપ્રિય થયા હતા, એની ઝાંખી તોકેટલીક ઘટનાઓ ઉપરથીજ થઈશકશે.
કોઈ અજાણ્યા સાધુ સંત ફકીરને લોકો વધુમાં વધુ તો ભોજન, ભિક્ષા, વસ્ત્ર ઈત્યાદિ અર્પણકરી, સ્વાગત કરી, સાધુતાનો સમાદર કરતા હોય છે, પરંતુ તેમને પોતાને ત્યાં ભાગ્યે જ આશ્રય આપતા હોય છે. વળી જ્યાં માનવતાની વિશાળતાને ભુલાવી અલગ અલગ સંપ્રદાયો, વાડા તથા પંથથી બંધાયેલા હોય છે એવા સંકુચિત માનસ ધરાવતા લોકો માત્ર પોતપોતાના વાડા સંપ્રદાયના સાધુસંતોને પોતાની ધર્મશાળા, મંદિર કે રહેઠાણમાં આશ્રય આપતા હોય છે. પરંતુ પૂજ્યશ્રીજીના જીવનમાં અજાણી જગ્યાઓએ પણ આશ્રય બાબત કોઈ સમસ્યા કદીપણ ઉદ્દભવી નહોતી. પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાંથી નીતરતી શાંતિદાયક સુખદાયી સાધુતા અને દિવ્યતાના પ્રભાવથી જૈનેતર લોકોના અંતરમાં એક પ્રકારની આત્મીયતા પ્રગટ થતી અને
- ૧૦૭
-
-
-
-
---
----
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org