Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 122
________________ , , , - પૂજ્ય ગુરુદેવના પ્રયાસના પરિપાકરૂપે મુંબઈમાં એક ધાર્મિક સંસ્થા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાઈ ગયો. સંસ્થાના નામકરણ અંગે વિચારણા થઈ. કેટલાક શ્રાવકોએ પૂજ્ય ગુરુદેવના નામનું સૂચન કર્યું. કેટલાકે પૂજ્ય આત્મારામજીનું નામ સંસ્થાને આપવાનો અભિપ્રાય આપ્યો, તો કેટલાક સજનોએ સંસ્થાને આત્મવલ્લભનામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે પોતાની દૂરદશિતાનો પરિચય આપતા પૂજ્યશ્રીએ કહ્યું... “આ સંસ્થાની સાથે મારું નામ જોડવાની રજા હુંકોઈપણ સંજોગોમાં આપીશ નહીં. હા, ગુરુદેવનું નામ સાંકળવા સામે મારો વિરોધ નથી. ખરેખર તો એમના નામથી કોઈ સંસ્થા કાર્યાન્વિત થાય એ મારા માટે અત્યંત આનંદની વાત છે. છતાં પણ મને સ્પષ્ટપણે કહેવા દો કે આ સંસ્થા સાથે અમુક વિશેષ વ્યક્તિનું નામ જોડાતા એ સંસ્થા સીમિત થઈકાળાંતરે એકપક્ષની થઈ જશે અને અંતમાં બંધ થઈ જશે. એટલે આ સંસ્થા ભવિષ્યમાં પ્રગતિ કરે એનો વિચાર કરી સર્વગ્રાહી થઈ શકે તેવું નામ પસંદ કરો.’ પૂજ્યશ્રીજીની લાખ રૂપિયાની વાત સાથે સૌ શ્રાવકી સંમત થઈ ગયા અને ચર્ચાવિચારણાના અંતે એ સંસ્થાનું નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રાખવામાં આવ્યું. એ વિદ્યાલય માટે તે સમયમાં ૫૦,૧૩૦ રૂપિયાનો ફાળો પણ એકઠી કરવામાં આવ્યો. આ રીતે મુંબઈમાં વસતાધનાઢચશ્રાવકોની સંપત્તિને સન્માર્ગે વાળી પૂજ્યશ્રીએ ધાર્મિક સંસ્થાનું નિર્માણ કરાવ્યું. પૂજ્ય ગુરુદેવના મનમાં શિક્ષણ પ્રચારના કાર્યની રૂપરેખા સ્પષ્ટ હતી, એટલું જ નહીં, પરંતુ આદર્શ શિક્ષક વિષેની પણ સ્પષ્ટ છબી તેમના માનસમાં અંકિત હતી. આદર્શ નિષ્ઠાવાન, કર્મ,નિઃસ્વાર્થ તથા ચારિત્ર્યવાન શિક્ષક જ આદર્શ વિદ્યાર્થીઓનું ઘડતર કરી સમાજ, રાષ્ટ્ર તથા ધર્મ અને સંસ્કૃતિને પ્રાણવાન કરી શકે એવું પૂજ્ય ગુરુદેવ માનતા હતા. ઈંટ, પથ્થર, સિમેન્ટમાંથી નિર્માણ પામેલાં શાળાના ભવનો કંઈ આદર્શ વિદ્યાર્થીઓનું નિર્માણ નકરી શકે. પૂજ્યશ્રીજી શિક્ષણ પ્રચાર માટે જે રીતે જાગૃતિ દાખવીકાર્ય કરતા હતા, તેનાથી સમુદાયના બીજા સાધુઓ પણ તેમની સમક્ષ શિક્ષણ સંબંધી સમસ્યાઓ રજૂરી, તેમનું ઉપયોગી માર્ગદર્શન નિઃસંકોચભાવે મેળવતા હતા. સુરતના ચાતુર્માસ પછી શાંતિમૂર્તિ શ્રીહંસવિજયજી મહારાજેઆપણા ચારિત્રનાયકને એક પત્ર લખ્યો હતો. તે પત્રમાં તત્કાલિન જૈન સમાજની દુર્દશાનો તેમણે જે ચિતાર રજૂ કર્યો હતો, એ વિષાદપ્રેરક હતો. પત્રમાં તેમણે લખ્યું હતું... આપણા સમાજમાં બધી ગફલતના મૂળમાં ભણતા છે... સમાજમાં એકપણ સુશિક્ષિત ઉચ્ચ કક્ષાનો શ્રાવક હોય તો સઘળા કાર્યો સારી રીતે થઈ શકે... અફસોસ! આજે લાખો શ્રાવકોમાં આવો એક પણ સુશિક્ષિત પ્રભાવશાળી શ્રાવકનથી, જેનો સમગ્ર સમાજ પર પ્રભાવ પડી શકે. પ્રત્યેક વર્ષે લાખો રૂપિયાવાજાગાજ, રંગરાગમેવા મિષ્ટાન પાછળ ખર્ચનારા શ્રાવકો શિક્ષણ પાછળ પાઈપૈસો પાનખર્ચતા નથી!! આવા દુઃખદાયી સંજોગોમાં આપ જેવા પ્રતાપી પ્રભાવી પુરુષોએ સમાજને જાગૃત કરી શિક્ષિત કરવી જ પડશે...!” –૯૭ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172