Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 111
________________ હતા અને તે સમયે આ કેસ બ્રિટનના ઈંગ્લેન્ડમાં ચાલતો હતો. પૂજ્ય ગુરુદેવ એક દિવસ સવારે આ પરિવારના લોકોના ઘરે ગયા. ભિક્ષામાં તેમની પાસે સુલેહ શાંતિનું વચન માંગ્યું. માતાપુત્રના હૃદય પરિવર્તન કર્યા અને તેમના મનદુઃખ દૂર કરી તેમના પરિવારમાં એકતા સ્થાપી. વામનવાડા ખાતે ભરાયેલા પોરવાલ સંમેલનમાં પૂજ્ય ગુરુદેવે સમાજના યુવા વર્ગને સંબોધન કરતા કહ્યું હતું .... કોઈપણ સમાજનો યુવા વર્ગ એ સમાજની બહુમૂલ્ય સંપત્તિ છે. સમગ્ર સમાજના ઢાંચાની તેઓ કરોડરજ્જુ છે. તેમનાં ઉત્સાહ ઉમંગ તથા ધગશભર્યાસક્રિય પ્રયાસો જ સમાજના રૂપરંગ બદલી તેને મજબૂતી પ્રદાન કરી શકે. યુવાનો ઉપર બહુ મોટું ઉત્તરદાયિત્વ હોય છે. એટલે ભાઈઓ ! જાગૃત થાઓ. મોટી મોટી વાતો કરવાથી કોઈ લાભ થવાનો નથી. ને તમે ખરેખર સમાજની ઉન્નતિ ઈચ્છતા હો, તો તમારી દિનચર્યાના ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછા બે ચાર કલાક સમાજ સેવા પાછળ ફાળવો.’ વળી એ જ સંમેલનમાં તેમને અર્પણ થતી પદવી સ્વીકારવાનો ઇન્કાર કરતા તેમણે કહ્યું હતું... ‘અમારી શોભા અમારીકામગીરીમાં રહેલી છે, અમે લોકો આત્મકલ્યાણ તથા જન કલ્યાણનાં કાર્યો અવિરત કરતા રહીએ, એમાં જ અમારા પદની સાર્થકતા છે..' પૂજ્ય ગુરુદેવ અપાર લોકચાહના ધરાવતા હતા અને તેની પાછળ તેમની નિઃસ્વાર્થ કર્તવ્યપરાયણતા તથા કઠોર પરિશ્રમ જવાબદાર હતા. સમાજ સુધારણા સારુ તેમને જ્યારે યોગ્ય તક મળી તેમણે સૌને એ કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કર્યા હતા. ૧૯૪૭ના ભારત પાકિસ્તાનના ભાગલા પછી ઓકટોબર મહિનામાં ગુજરાંવાલાથી ૨૫૦ જેટલા શ્રાવકો સાથે અમૃતસર પધારેલા પૂજ્ય ગુરુદેવે ત્યારે પોતાના વ્યાખ્યાનોમાં સૌ જાતિના હિંદુ મુસ્લિમ, જૈન, શીખોના ધંધા રોજગાર માટે,તેમના પુનર્વસન માટે તથા ભોજન કપડાં ઈત્યાદિ જરૂરી વસ્તુઓ માટે ધનિક વર્ગને મદદ કરવા હાર્દિક અપીલો કરી હતી. તેઓ કહેતા... ‘જો મનુષ્ય જીવતો રહેશે, તો જ ધર્મ જીવંત રહી શકશે... જો સમાજ સમૃદ્ધ, સુદ્ધ, બળવાન થશે તો જ દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રાણવાન થશે. ’ તેમણે સમગ્ર ભારતની આમજનતાને વિસ્થાપિતો માટે અપીલ કરી હતી, જેને અમૃતસરથી પ્રસિદ્ધ થતાં ઉર્દુઅખબાર ‘વીર ભારત’માં પ્રસિદ્ધિ મળી હતી. આ તેમની અણમોલ સમાજસેવા હતી. બિકાનેરમાં પૂજ્ય ગુરુદેવે એક વિશાળ સભાને સંબોધતા કહ્યું હતું.. ‘“જે વ્યક્તિ ધર્મ, સાધુ-સાધ્વી, સમાજ, શ્રાવક-શ્રાવિકા, મંદિર મૂર્તિ તથા સંચિત જ્ઞાનના સાધન ગ્રંથોની રક્ષા સારું પ્રાણ ન્યોછાવર કરી શકે એ જ સાચો ગુરુભક્ત છે... ભાઇઓ ! હું તો ભિક્ષુક છું - ભગવાન મહાવીર સ્વામીનો, ગુરુદેવનો તથા જૈન શાસનનો ! આજે હું બિકાનેરના માલેતુજાર ભાઈ-બહેનો, ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઇ, મદ્રાસ, ક્લક્તા અને રાજસ્થાનના શ્રદ્ધાવાન ભાઈબહેનો પાસે, મારી આ ઢળતી ઉંમરે ભિક્ષા માંગી રહ્યો છું. ગુજરાંવાલાથી બેહાલ થઈ આવેલા પંજાબના જૈન શ્રાવકોને તમારા સાથ-સહકાર, પ્રેમ તથા ઉષ્માની જરૂર છે. ફૂલ નહીંતોફૂલની પાંખડી પણ યથાશક્તિ તમે એમની મદદ કરો. .. તેમને થોડોક સહારો આપો... 7. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172