Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ પૂરા પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા હાલના પાકિસ્તાનના ગુજરાંવાલા જ માત્ર નહીં, પરંતુ સમગ્ર દુનિયાના અનેક વિદ્વાનોએ જેમની સાધુતા સમક્ષ અહોભાવથી મસ્તક નમાવ્યું, જેમણે પ્રેમથી, સમાદરથી જે મહાપુરૂષના જીવન કવનને તેમની મહાનતાને વંદના કરી એ મહાપુરુષ અન્ય કોઈ નહીં, પરંતુ પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના જ પટ્ટધર એવા પંજાબ કેશરી, તિમિર તારિણી, યુગદ્રષ્ટા આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ હતા. બાલ્યાવસ્થાથી જ વૈરાગ્ય, ભક્તિ, આત્મકલ્યાણની ભાવનાના બીજ તેમના અંતરાત્મામાં ધરબાયેલાં જ પડચાં હતાં. ધાર્મિક સંસ્કારોનું સિંચન, એક માતા સો શિક્ષક સમાન કહેવતને સાર્થક કરતા ધર્માનુરાગી માતાએ કર્યું હતું. આવા ધાર્મિક સરસ વાતાવરણમાં બાળક વલ્લભનાં સાધુતાનાં બીજને અંકુર ફૂટ્યાં. એમના આત્મપ્રદેશમાં સંસારની અસારતાના અસ્પષ્ટ ખ્યાલ ઉભરવા લાગ્યા હતા. માતાના સ્વર્ગવાસ પૂર્વેકહેવાયેલા અમૂલ્ય અમૃત વચનોથી સંસાર પ્રત્યેના આછા પાતળા ખ્યાલના જાળાં પણ દૂર થઈ ગયાં. દુર્લભમનુષ્ય જીવનનો હેતુ શું છે ? આત્માનું આગમન ક્યાંથી થાય છે ? ક્યાં તેનું ગંતવ્ય છે ? ૮૪ લાખ યોનિની ભવયાત્રાનો અંત શું સંભવ છે ? જીવનમાં આત્માની મુક્તિ માટે શું કરવું આવશ્યક છે ? પાણીના પરપોટા જેવા સંબંધોનું કોઈ મૂલ્ય છે ખરું ? ફરીથી ક્યારેય કોઈવાર જન્મ ધારણ ન કરવો પડે એ માટેનો કોઈ પ્રશસ્ત રાજમાર્ગ છે ખરો ? પોતાના આત્માના ઉદ્ધારને લગતા આવા કેટલાય અનુત્તર પ્રશ્નોની હારમાળા જિજ્ઞાસા બનીનાનકડા વલ્લભના અંતરને ઘમરોળવા લાગી. વૈરાગ્ય ભાવની ચિનગારી બાળવલ્લભના માનસમાં પ્રગટી ચૂકી હતી. માત્ર નવ વર્ષની નાની વયે આદિશંકરાચાર્યજીએ સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો. કારણ હતું સત્યની તીવ્ર અભીપ્સા અને દિલમાં દાવાનળની જેમ પ્રગટેલો વૈરાગ્ય ભાવ. શીખ ધર્મના ગુરુ નાનક પણ નાની વયે જ વિરક્તિભાવથી રંગાઈસત્યની શોધમાં લાગી ગયા હતા. ઉત્તર ભારતના આત્મજ્ઞાની સંત ભીખા પણ બાળપણથી જ સાધુ સંગતમાં એવા રંગાયા કે માત્ર બાર વર્ષની ઉંમરે જ તીવ્ર વૈરાગ્યથી પ્રેરાઈ ગૃહત્યાગ કરી ગુરુદેવ ગુલાલની શરણમાં ભટકતા આખડતા પહોંચી ગયા હતા અને તેમનાસાંનિધ્યમાં રહી આખરે આત્મજ્ઞાન પામ્યા હતા. સંત ભીખાની મનોદશા સાથે બાળક વલ્લભની મનોદશાસામ્યતા ધરાવે છે. અસાર સંસારની માયાજાળથી ત્રસ્ત થઈને જ બાળક વલ્લભ પૂજ્ય આત્મારામજી પ્રત્યે પૂજ્યભાવ ગુરુભાવ કેળવીને અમૂલ્ય અખૂટ જ્ઞાનધનની ખોજમાં ઉપાશ્રયમાં દોડી નહોતા ગયા ? ખેર એમની આંખોમાં ચહેરા પર તેમની ભાવભંગિમામાંથી ઝળકતા વૈરાગ્ય ભાવ, સમર્પણ ભાવને પૂજ્ય ગુરુદેવ પામી ગયા હતા. જ્ઞાની આત્મારામજી મહારાજ સાહેબે યોગ્ય સમયે દીક્ષા આપવાની વાત કરી બાળક વલ્લભનીસાચી ત્યાગ ભાવના પર મંજૂરીની મહોર પણ મારી દીધી હતી, પરંતુ ભાવિ ગુરુ શિષ્યની આ પ્રથમ મુલાકાતે વલ્લભના અંતરમાં ઉઠેલી ત્યાગની ચિનગારીને ખરેખર પ્રાણવાયુ જ જાણે જાણે પૂરો પાડચો હતો. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172