Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad
View full book text
________________
સમ્યક્ દર્શન તથા સમ્યક્ ચારિત્ર્યયુક્ત વ્યક્તિત્વનો યથોચિત ઉપયોગ કરી ધર્મપ્રભાવના કરી હતી. જૈન દર્શન, હિંદુધર્મ, શીખ ધર્મ તથા અન્ય ધર્મોના સિદ્ધાંતોનો તલસ્પર્શીઅભ્યાસ તેમણે કર્યો હતો. વિનય વિવેક સમયસૂચકતા, કર્મઠતા પ્રમાદવૃત્તિનો ત્યાગ એ તેમનાં જમા પાસાં હતાં. ધર્મધ્યાન, સાધના, આરાધનાયુક્ત સંયમી જીવન હતું. એટલે તેમની વાણીમાં જ્ઞાન, પ્રભાવ, સંમોહન શક્તિનું સામર્થ્ય હતું. તેમના સાધુજીવનમાં પ્રભાવ હતો. નિર્ભેળ નિઃસ્વાર્થ સંયમી તેમનો વ્યવહાર હતો. સમતાભાવણા, મૈત્રી, પ્રમોદ તથા માધ્યસ્થી ભાવના તેમણે આત્મસાત્ કરી હતી. આ સઘળા સદ્દગુણ્ય ધરાવતા પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાં નિખાર આવ્યો હતો. એટલે તેમના વાણીવર્તન, વહેવાર તથા ઉપદેશની જનમાનસ પર એક વિશિષ્ટ અસર પેદા થતી હતી અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિ પૂજ્યભાવથી પ્રેરાઈ તેમની ભકત બની જતી હતી. જ્ઞાનની સાથે સાથે તર્કશક્તિ પણ તેમની અજોડ હતી, એટલે તર્કવાદીઓ પણ તેમના સંસર્ગમાં આવી તેમના ભક્ત બની જતા હતા. તેમના આવા બહુ આયામી પ્રભાવી વ્યક્તિત્વનાકારણે પૂજ્યશ્રીજી પોતાના જીવનકાળમાં જૈન ધર્મની ખૂબ સારી પ્રભાવના કરી શક્યા હતા.
પૂજ્ય ગુરુદેવે ધર્મપ્રભાવના અંતર્ગત અન્ય સુધારણાઓની પ્રવૃત્તિઓ કરાવવા પોતાની લોકચાહનાનો સરસ ઉપયોગ કર્યો હતો. ઝગડિયામાં ગુરુકુળનીસ્થાપનાની વાત હોય, મુંબઇમાં ઉત્કર્ષ ફાળો એકત્ર કરવાની વાત હોય કે ગુજરાવાલામાં પૂજ્ય આત્મારામજી મ.સા.ના સમાધિ સ્થાને ગુરુકુળ બનાવવાની યોજના હોય, પૂજ્યશ્રીજીએ આવા ઘણા પ્રસંગોએ તેમના પ્રિય ભક્તો સમક્ષ ઘી, ગોળ, ખાંડ તથા એમાંથી બનતા વ્યંજનોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞાઓકરી, આવા સઘળા કાર્યો ઝડપથી પરિપૂર્ણ કરાવ્યા હતા. આ વાત તેમની કુશાગ્ર બુદ્ધિમત્તાના સદુપયોગની સાક્ષી સમાન છે.
જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતની તાકાતનો વિશ્વ વ્યાપી પ્રયોગ તત્કાલીન લોકપ્રિય લોકસેવક પૂજ્ય મહાત્મા ગાંધીજીએકર્યો હતો. અંગ્રેજો સહિત વિશ્વની અન્ય પ્રજાઓ અહિંસાની શક્તિના પરિણામો જોઈ વિસ્મય પામ્યાં હતાં. વિશ્વમાં વ્યાપેલી અરાજકતા, સામ્રાજ્યવાદ, શોષણ, યુદ્ધો આ સઘળાં અનિષ્ટોને મિટાવવાની શક્તિ જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ, કર્મવાદ, કરુણા, મૈત્રી, માધ્યસ્થી તથા પ્રમોદ ભાવનાના સિદ્ધાંતોમાં નિહિત છે. એટલે જો વિશ્વની પ્રજાઓ જૈન ધર્મથી પરિચિત થાય તો સમગ્ર માનવજીવનમાં આમૂલ કાંતિ થઈ શકે અને મનુષ્યજીવનનો હેતુ સિદ્ધ થઈશકે. પૂજ્યશ્રીજી આ વાત સુપેરે સમજતા હતા, એટલે તેમણે જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવાની દિશામાં પ્રયત્નો પણ કર્યા હતા.
આ અનુસંધાનમાં જ તેમણે ગુજરાતના જૈન ધર્મના પંડિત ફતેહચંદજીને વિદેશોમાં મોકલી જૈન ધર્મનો પ્રચાર કરાવવા સંનિષ્ઠ પ્રયાસો કરાવ્યા હતા. જર્મની તથા હંગેરીના વિદ્વાનો જૈન ધર્મના સિદ્ધાંતો પર સંશોધન કરતા હતા. ધર્મપ્રભાવનાની દિશામાં પૂજ્ય ગુરુદેવના આ નિષ્ઠાયુક્ત પ્રયાસો હતા. દેશ-વિદેશના બુદ્ધિવાદી વિચારકો ભારતમાં આવી જૈન ધર્મનો તલસ્પર્શીઅભ્યાસ કરી શકે અને ત્યારબાદ એવા વિચારકો વિશ્વકક્ષાએ જૈન ધર્મના સિદ્ધાંતોની સુવાસ સર્વત્ર ફેલાવે, એવા શુભાશયથી જ પૂજ્યશ્રીજીએ મુંબઇના રોકાણ દરમ્યાન તેમની અંતિમ અવસ્થાના વર્ષોમાં જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના થાય એવી ભાવના સેવી હતી.
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172