Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ પણ પોતાના પ્રભાવી વ્યાખ્યાનોમાં માનવતા, જીવદયા, સત્ય, અપરિગ્રહ તથા અહિંસાના સિદ્ધાંતો પરમનનીય સુંદર પ્રવચનો આપ્યા હતા. એ વર્ષે ગરમીની માત્રા વિશેષ હતી, વરસાદ પણ થયો નહોતો, પરંતુ પૂજ્ય ગુરુદેવે સૌને આશીર્વાદ આપતા વરસાદથવાનું આશ્વાસન આપ્યું, અને ખરેખર માત્ર ચોવીસ કલાકમાં જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. - પૂજ્ય ગુરુદેવના પ્રભાવી ચાતુર્માસ દરમ્યાન પર્યુષણ પર્વની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી. સંવત્સરીના દિવસે ગુજરાંવાલાના કસાઈઓએ પોતાના કતલખાના બંધ રાખી જીવદયા દાખવી હતી. લગભગ દોઢસો દુકાનોએ રજા પાળીને માંસનો વેપાર બંધ રાખ્યો હતો. ગુજરાવાલાના ઈતિહાસમાં અહિંસાપાલનની આ અપૂર્વ ઘટના હતી. કસાઈઓના હૃદયમાં રહેલી માનવતા અને જીવદયાને પણ જાગૃત કરી શકવાની ક્ષમતા પૂજ્ય ગુરુદેવ ધરાવતા હતા. તેમના વાણી વર્તન, વ્યવહાર તથા ચારિત્રમાં એવું પ્રબળ ખેંચાણ હતું કે, સચ્ચાઈની વાત સામેવાળી વ્યક્તિના હૃદયમાં અસરકારક રીતે ઉતરી જતી હતી. પૂજ્ય ગુરુદેવ ત્યારે નવસારી પાસે આવેલા સિસોદરા ગામમાં ધર્મપ્રચારની જ્યોત જલાવી રહ્યા હતા, ત્યાં તેમને સમાચાર મળ્યા કે પાલિતાણામાં મોટી જળ હોનારત થઈ છે. પૂજ્ય ગુરુદેવનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે કરુણાવશ લાગણીશીલ થઈ સિસોદરાના શ્રાવકોને દર્દભરી અપીલ કરી. સૌ ભાવિકોના હદય દ્રવી ઊઠ્યાં. તેમણે સૌએ ભેળા થઈકપડાં, અનાજ તથા રોકડ રકમ સઘળું ભેગું કરી તાત્કાલિકપાલિતાણા રવાના કર્યું. ત્યારે જ પૂજ્યશ્રીજીના દિલમાં થોડીક રાહત થઈ. અન્ય જીવોપર આવી પડેલી આપત્તિથી જીવદયાપ્રેમી સંતોનાકોમળ હૃદયમાં ઉલ્કાપાત મચી જાય છે અને એવા દુઃખી જીવોના કલ્યાણ સારુ તેઓ સઘન પ્રયાસ કરવા પ્રેરાઈ જતા હોય છે. પૂજ્ય ગુરુદેવ તો દયાના સાગર સમાન હતા. તમારી નજર સમક્ષ જ બીજા મનુષ્યો, પ્રાણીઓ, પશુઓ જો કુદરતી આપત્તિનો ભોગ બની મરતા હોય અને તમારી ક્ષમતા હોવા છતાં તમે એમનીમદદનકરો તો, એ પણ જીવહિંસા જ થઈ ગણાય. પૂજ્ય ગુરુદેવ જ્યારે ૨૫૦શ્રાવકો સાથે ભારત પાકિસ્તાનના ભાગલા ટાણે ગુજરાંવાલાથી અમૃતસર પધાર્યા, ત્યારે તેમણે પોતાના વ્યાખ્યાનોમાં વિસ્થાપિત થયેલા ધંધારોજગાર વિનાના, ઘરબાર વગરના ભૂખે મરતા હજારો જૈનો, હિંદુઓ, શીખો, આર્યસમાજી લોકોને મદદ કરવા, અમીર સુખી સંપન્ન લોકોને હૃદયસ્પર્શી અપીલ કરી હતી. પરિણામે અમૃતસરમાં ઠેરઠેર ભોજનાલયો શરૂ થયાં. નાના નાના તંબુઓમાં લોકોના રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. નાનાં નાનાં બાળકોના અલગ ભોજન સારુ પણ વ્યવસ્થા કરવામાં આવી. અમૃતસરના દૈનિક અખબારમાં તેમની અપીલ છપાતાં દેશના અન્ય ભાગોમાંથી પણ તે કપડાં, અનાજ તથા બીજી જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે દાનનો પ્રવાહ શરૂ થયો હતો. પૂજ્ય ગુરુદેવની જીવદયાની હાકલને સારો પ્રતિભાવ સાંપડ્યો અને આમ અનેક દુઃખી લાચાર પીડિત લોકોને ખૂબ સારો સહારો મળ્યો. એકવાર બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે પણ પૂજ્ય ગુરુદેવે ભક્તોને પ્રેરણા આપી. દુષ્કાળગ્રસ્ત લોકો માટે ફંડફાળો એકઠોકરાવી તાત્કાલિક મોકલી આપી, જીવદયા દાખવી હતી. જગતમાં જીવ માત્રની સુંદર ભોજન વ્યવસ્થા પ્રકૃતિમાં થયેલી છે. સુંદર સ્વાદિષ્ટ -(૨૮મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172