Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના બીજા જમાનામાં ઉતરવા લાગી તેથી આપણે માનીશું કે કહેવત એટલે માણસાઈ સ્વભાવ અને દુનિયાઈ ડહાપણને સીક્કો છે, અને જે સીક્કો પ્રજા એકમતે જમાનાના જમાના સુધી સ્વીકારે છે તે જ કહેવત કહેવાય. લોકમત ને લકપસંદગીવાળાં વચનો જ કહેવત ગણાય છે. જે વચને લોકોને મહેડેથી બોલાઈચવાઈને પ્રજામાંથી પસાર થયાં નથી તે વચને કહેવત તરીકે ગણુય જ નહિ. કહેવતો એ પ્રજાનો સીક્કો અથવા થાપણ છે અને એ થાપણુ પુસ્તકના આકારમાં નવી પ્રજાને માટે જાળવી રાખવી એ એક લાભકારી કામ છે. કહેવતને ઉપયોગ કેળવાયેલા વર્ગ કરતાં વગર કેળવાયેલાં માણસો વિશેષ કરે છે, એમ દુનિયામાં જાહેર થયું છે, અને તેથી આ ટુંકાં આકારમાં સમાયેલું જે ઊંડું ડહાપણ એક પ્રજાના સામાન્ય ડહાપણની ચાવીકુંચી ગણી શકાય તે ડહાપણુ જુના લોકોના અનુભવનું સત્ત્વ છે. એ નવી પ્રજાના ઉપયોગ માટે સંગ્રહ કરી રાખવાની આવશ્યકતા છે. દુનિયાની દરેક ભાષામાં થોડી વધારે કહેવતો ચાલે છે ને તેને વપરાસ ચાલતો આવે છે, પણ એ સઘળી ભાષાઓ કરતાં સ્પેનિશ ભાષામાં કહેવત ભંડળ વિશેષ છે, અને તેનો ઉપયોગ પણ બીજી પ્રજા કરતાં એ લોકો વધારે કરે છે. જે પ્રજા આનંદી, ઉત્સાહી અને અનુભવમાં આગળ વધેલી હોય છે, તે પ્રજામાં કહેવતે વધારે જન્મ લે છે ને વધારે ઉપયોગમાં આવે છે. કહેવત એ માણસાઈ ડહાપણને નમુનો છે, અને એ ડહાપણને નમુને અનેક ભૂલચૂકની આપણને ચેતવણી આપે છે, અને તેથી કહેવતને લક્ષપૂર્વક અભ્યાસ કરવામાં આવે તે આ સંસારમાં સંપૂર્ણ સુખ ભરેલી જંદગી ભોગવવાને મનુષ્ય શક્તિવાન થઈ શકે એમાં કાંઈ સંદેહ નથી, કારણ કે મનુષ્યની જીંદગીમાં કેમ વર્તવું, પારકાઓના સંબંધમાં કેવી રીતે તપાસી સાવચેતી રાખીને ચાલવું, તે આપણને કહેવતો જ શિખવે છે. માણસની જીંદગીમાં ઉઠતા તરેહવાર સવાલો અને મુશ્કેલીઓ શાંત કરવા માટે નવીનવી સૂચનાઓ, શિખામણો તથા સાવચેતીના ધડાએ, આપણને કહેવત પૂરા પાડે છે. કહેવતોની ખૂબી કે જેથી આપણું મન ઉપર વારંવાર અને ઉંડી અસર થાય છે, તે તેઓની અંદર સમાયેલું ડહાપણ છે. આવું ડહાપણ જે ભાષા વિશેષ ધરાવે તે ભાષા ભાગ્યશાળી હોવી જોઈએ, અને આવી ભાષાને ઉપયોગ કરવાને બીજા શીખે તેમ એ કેળવાયેલો વર્ગ કરે તે તે બેશક વધારે ખીલી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 518