Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 12
________________ પાંચ વર્ષના સાહિત્ય ઉપર દષ્ટિપાત [ઈ. સ. ૧૯૩૭ થી ઈ. સ. ૧૯૪૧] પાંચ વર્ષને કાળ સા હિત્યના પ્રવાહને અવલેાકવા માટે શક, સંવત્ કે સનના ૩૫૪ કે ૩૬૫ દિવસેાથી પરિમિત થતા એક વર્ષના હિસાબ ગણીને છૂટા પાડેલે પાંચ વર્ષના કાળના એક ખંડ ઘણા નાના લાગે એમાં નવાઈ નથી. કોઈ પણ કાળખંડના સાહિત્યપ્રવાહને તેની પૂર્વેનાં કે પછીનાં ઝરણાથી જુદા પાડીને તે ઉપર દષ્ટિપાત કરવા માટે એ પ્રવાહથી ઘણે દૂર ગયા પછી જ તેની ઝાંખી સમગ્રપણે કરી શકાય અને તેની વિશિષ્ટતાને સાક્ષાકાર પણ કરી શકાય. વર્તમાનમાં વહી રહેલા પ્રવાહને અવલેાકતા ને વર્તમાનમાં જ વિચરતા માનવી તેનાં સ્થૂળ પરિમાણેાને કે સુક્ષ્મ ગુણાને નાંધી શકે કિંવા નિર્માણ થતી જતી નવતાનાં ચિહ્નોને માત્ર પિછાણી શકે; પણુ સમગ્ર દર્શન કરવા માટેનાં તેનાં સાધને મર્યાદિત હાય છે, તેની દૃષ્ટિની દોડ કાળથી પરિમિત બને છે. એટલે સને ૧૯૩૭ થી ૧૯૪૧ સુધીનાં પાંચ વર્ષના ગુજરાતી સાહિત્યના પ્રવાહ ઉપરના દષ્ટિપાત વર્તમાન પ્રવાહના જ એક ખંડના દર્શન કરતાં વધારે ગુણાથી યુક્ત કદાચ ન પણ બને. પાંચ વર્ષના સાહિત્યના પ્રવાહ ઉપર દષ્ટિપાત કરવામાં એ સાહિત્યની સમીક્ષા કરવાના આશય રાખ્યા નથી. જે જુદાંજુદાં ઝરણાંના એ પ્રવાહ બનેલા છે તે ઝરણાંનાં બિંદુએ બિંદુના સરવાળા કરી આપવાને પણ કશે અર્થ નથી. એ પ્રવાહ હજી ચાલુ છે. કોઇ કાળે વૃષ્ટિની ન્યૂનાધિકતાથી ઝરણાંમાં અને પરિણામે ચાલુ પ્રવાહમાં એછાં-વધુ જળ વહ્યાં હશે, પરંતુ આ દષ્ટિપાતના આશય એ છે કે એ ઝરણાંએ પોતાની દિશામાં કાંઈ ફેરફાર કર્યો છે કે નહિ, તે તારવેગે સીધાં વહે છે કે સર્પાકારે વહે છે, તેના વેગમાં વધારાધટાડા થયા છે કે નહિ, સતત વહેતાં ઝરણાં અધવચ અટકીને સુકાવા લાગ્યાં છે કે વહેતા પ્રવાહમાં આત્મસાત્ થયા કરે છે, તેએ કાઈ નવીન દિશા પકડીને નવા પ્રદેશેાનાં દ્રવ્યાને સમાવી લે છે કે નહિ, નવીન દિશાભિમુખ થયેલાં ઝરણાં પાછાં ફરી જૂની દિશાએ વળે છે કે કેમ, એ બધું આ પાંચ વર્ષમાં કેટલા પ્રમાણમાં નિષ્પન્ન થયું. છે તેને ખ્યાલ વાચકા સ્વયમેવ મેળવી શકે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 388