________________
ગ્રંથ અને ગ્રંથકાર
માન આપવું જ જોઈએ, એ સિદ્ધાંત પર, દેશ માટે દાદ મેળવવા અને સમસ્ત જગતનું તે પ્રતિ ધ્યાન દોરવા મહાત્માજીએ આગેવાની લઈ પ્રથમ અન્યાયી મીઠાના કરના કાયદાને સવિનય ભંગ કરવા-બેઠે બળ આદરવા–પગે કુચ કરતા કરતા સુરત જીલ્લામાં વલસાડ પાસે આવેલા દરિયાપરના દાંડી ગામે જવાનું નકકી કર્યું.
આ બધું એટલું તાજું છે, સ્મરણચિત્ર પર ઉંડું કાતરાઈ ગયેલું છે, કે તેને નિદેશે માત્ર બસ છે.
આ પહેલાં જગતે અનેક સશસ્ત્ર યુદ્ધની કુચે જોઈ છે, જેમકે હનીબાલની, એલેકઝાંડરની, નેપોલિયનની; પણ તેની સરખામણીમાં મહાત્માજીની અમદાવાદથી દાંડીની ૭૯ સત્યાગ્રહીઓ સાથેની, નિઃશસ્ત્ર સૈનિકોની કુચ ઈતિહાસમાં અજોડ અને સર્વોપરિ લેખાશે અને તે સત્યાગ્રહની લડતના કીર્તિસ્તંભરૂપ થઈ રહેશે.
તે કુચ કઈ સ્વાર્થ માટે, કોઈ લાભની પ્રાપ્તિ અર્થ, કોઈ જાતના વિજય, સત્તા કે ધનસંપાદન માટે નહતી; પણ કેવળ ન્યાય ખાતર, દેશના હક્ક અને સ્વાતંત્ર્ય ખાતર; ન્યાય, નીતિ અને સત્યના ધોરણને અવલંબીને હતી, જેને સમાન દાખલો બીજા કેઈ દેશમાં અથવા કોઇ સમયમાં નહિ મળી આવે.
ન્યાય, નીતિ અને સત્યને અનુસરી થયેલું કોઈ કાર્ય કદી નિષ્ફળ ગયેલું કે અહિતકારક નિવડેલું જાણ્યું સાંભળ્યું નથી; બલકે સમસ્ત પ્રજાઓને ઇતિહાસ અને સર્વ ધર્મોને ઉપદેશ એકજ સનાતન સત્ય ઉચ્ચારે છે કે સત્યમેવ જયતે.
૩ર