________________
આત્મારામ મોતીરામ દીવાન આત્મારામ મતીરામ દીવાનજી બી. એ. ]
એ જ્ઞાતે વાલ્મિકી કાયસ્થ અને સુરતના વતની છે. એમના પિતાનું નામ મોતીરામ ઈચ્છારામ દીવાની અને માતાનું નામ કમળાગવરી છે. એમને જન્મ સન ૧૮૭૩ માં સુરતમાં થયો હતો. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે સુરતમાં લીધેલું. સન ૧૮૯૧ માં મેટ્રોક થયા બાદ નંબઈની વિલસન કોલેજમાં તેઓ જોડાયા હતા. સન ૧૮૯૬ માં તે કેમેસ્ટ્રી અને ફીઝીકસ એચ્છિક વિષય લઈને બી. એ. થયા. ડિગ્રી મળ્યા પછી તેઓ સરકારી કેળવણી ખાતામાં આસિસ્ટંટ માસ્તર તરીકે એલિફનસ્ટન હાઈસ્કૂલમાં નિમાયા હતા; અને જાતમહેનત, પ્રમાણિકતા, સતત ઉઘોગથી તેઓ તે ખાતામાં એક પછી એક મેટી પાયરીઓએ, છેક એજ્યુકેશનલ
સ્પેકટર, ઉત્તર વિભાગ–ના હોદ્દાએ પહોંચી, એ જગાએથી નિવૃત્ત થયા હતા. એ એમની બાહોશી અને કાર્યદક્ષતાનું ફળ હતું.
કેળવણી ખાતામાં વહિવટી કામમાં, ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સપેકટર અને પરસનલ આસિસ્ટંટ ટુ ધી એજ્યુકેશનલ ઇન્સપેકટર તરીકે ઘણું વષો કામ કરવામાં કાઢેલાં; તેમ છતાં લેખનકાર્ય અને સાહિત્યના અભ્યાસ માટેની એમની અભિરુચિ ઝાંખી પડી નહોતી. એમને આરામ એટલે કોઈ પ્રકારનું કંઇક લેખનકાર્ય.
ગુ. વ. સોસાઈટી માટે એમણે “ખગોળવિદ્યા', “ખગોળ સંબંધી વ્યાખ્યાન', “મિરાતે સિકંદરી” અને “રામને ઈતિહાસ' વગેરે ઉપયોગી ગ્રંથો લખી આપેલાં છે. “ખગોળવિદ્યા” અને “ખગોળ સંબંધી વ્યાખ્યાન'ની તો ત્રણ આવૃત્તિઓ નિકળી ચૂકી છે અને મિરાતે સિકંદરી માટે માગણી થયા કરે છે, એ એમના ગ્રંનો ઉપાડ કે સારે છે તે દર્શાવે છે.
સાહિત્ય પરિષદ ભંડોળ કમિટી માટે એમણે ફિરસ્તાકૃત ગુજરાતના ઇતિહાસ વિભાગનો અનુવાદ કરી આપલે અને કેળવણી ખાતા માટે એમણે જુદાં જુદાં વિષયો પર લખેલાં પુસ્તકો અનેક છે, જેની યાદી નીચે આપી છે.
એમના અભ્યાસના પ્રિય વિષયે ખગોળ, ઇતિહાસ અને ભૂગોળ છે. નોકરીમાંથી કારગ થયા પછી તેઓ સુરત શહેરની એક યા બીજી સેવાપ્રવૃત્તિમાં પોતાનો સમય પસાર કરે છે. હમણું સોસાઈટી માટે “ગ્રીસને ઇતિહાસ” લખી રહ્યા છે. એટલે કે કાર્ય, કાર્ય અને કાર્ય એ એમના જીવનનો મુદ્રાલેખ છે.