________________
- ગ્રંથકાર ચરિત્રાવળી '
કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા
એઓ વાંઝ, તાલુકે ચોર્યાસી, સુરત જીલ્લાના વતની છે. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર છે. એમના પિતાનું પૂરું નામ વિઠ્ઠલભાઈ ખુશાલભાઈ અને માતાનું નામ ધનીબહેન દુર્લભભાઈ પટેલ છે. એમનો જન્મ તા. ૭ મી નવેમ્બર ૧૮૯૦ ના રોજ વાંઝમાં થયો હતો. સાત ધોરણ શિખ્યા પછી છે. રા. ટ્રેનિંગ કૉલેજમાં ત્રણ વર્ષ પૂરાં કરેલાં; અને પાછળથી તેમણે થોડુંક અંગ્રેજી તેમજ હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓનું વસ્તુઓ છું જ્ઞાન સંપાદન કરેલું છે.
એમને પ્રિય વિષય ઇતિહાસ અને અર્થશાસ્ત્ર છે. એમનું જીવનસૂત્ર જનસેવા છે. એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી છે અને સુરત જીલ્લામાં એક અગ્રેસર કાર્યકર્તા છે.
સ્વ. રણજીતરામને પરિચય અને સહવાસમાં તેઓ આવેલા અને એમના ગાઢ મિત્ર થઈ પડેલા. ગોપ–કાવ્યનું પુસ્તકPastoral poems પ્રકટ કરેલું, તે રણજીતરામની સૂચનાથી; અને તેનો ઉપોદઘાત પણ રણજીતરામે જ લખી આપેલો.
સુરતમાં પાટીદાર બોર્ડિંગ સ્થાપવામાં તેમને મુખ્ય હાથ હતે. “ પટેલ બંધુ ” માસિક પણ એમના તંત્રીપદ નિકળતું; અને એક કોમી પત્ર હોવા છતાં તેમાં પ્રસિદ્ધ થતા લેખો, કાવ્યો વગેરે આનંદદાયક જણાઈ અન્ય વાચકને તે વાંચવાને આકર્ષતા.
વળી સાહિત્ય અને લેખનકાર્ય માટે એમને એવું મમત્વ હતું કે એ માટે તેઓ કેટલોક સમય અમદાવાદ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાઈ, એ સંસ્થાને સાત આઠ પુસ્તક લખી આપેલાં હતાં, જેની યાદી છેવટે મેંધી છે. સુરત સાહિત્ય પરિષદ વખતે પણ એમણે તે કાર્યમાં ઉત્સાહભર્યો ભાગ લીધો હતો.
એમના હસ્તક ચાલતી પાટીદાર બોર્ડિંગ સમાજસેવા પ્રવૃત્તિનું એક મધ્યસ્થ કેન્દ્ર થઈ પડેલી છે.
મહાત્માજીએ દેશનું સુકાન હાથ ધર્યા પછી, ઉપર ઉલ્લેખ કર્યા મુજબ તેઓ એમના માનીતા અનુયાયી થઈ પડ્યા છે. સન ૧૯૧૯માં અસહકાર વખતે તેમણે મુખ્ય ભાગ લીધેલ અને રાષ્ટ્રીય શાળાઓ માટે કેટલાંક પુસ્તક પણુ રચી આપ્યાં હતાં. ખરી રીતે કલ્યાણજી અને દયાળજીની જેડી સુરત