________________
ગ્રંથકાર ચરિત્રાવળી
કાન્તિલાલ છગનલાલ પંડયા. [એમ. એ; પીએચ.વ.]
જ્ઞાતિએ એઓ વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ સન ૧૮૮૬ માં તા. ૨૪ મી ઓગસ્ટે નડિયાદમાં થયો હતો. એમના માતા અ. સૌ. સમર્થલમી, ગોવર્ધનરામનાં હાનાં હેન, જેમને “સરસ્વતીચન્દ્ર”ના ત્રીજા ભાગની આરંભની “નિવાપાંજલિ” અર્પિત થઈ છે. એમના પિતા શ્રીયુત છગનલાલ હરિલાલ પંડયા એક જાણીતા ગુજરાતી સાક્ષર છે અને એમની સંસ્કારિતા અને ગુણજ્ઞતા એમનામાં પણ ઉતરી આવેલી છે. તેમનાં લગ્ન પણ તેવાજ બીજા એક સંસ્કારી કુટુંબમાં સ્વ. તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીના જ્યેષ્ઠ પુત્રી સૌ. ઉમાંગલક્ષ્મી સાથે થયું હતું, જે લગ્ન એમના જીવનની સુખવૃદ્ધિ અને ઉન્નતિ સાધવામાં બહુ મદદગાર થઈ પડયું હતું. ખેદ એ થાય છે કે એ બહેન લાંબુ જીવ્યા નહિ અને સન. ૧૯૨૬ ના જાન્યુવારીમાં એમનું અવસાન થયું. સન ૧૯૦૭માં તેમણે બી.એ; ની અને સન ૧૯૧૦ માં એમ.એ; ની પરીક્ષાઓ પાસ કરી હતી. વિજ્ઞાનનેખાસ કરીને રસાયનનો અભ્યાસ-મુંબાઈમાં છે. ગજજરની લેબોરેટરીમાં અને કેટલોક સમય બેંગલોરમાં આવેલા તાતાએ સ્થાપેલા “ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑવ સાયન્સ” માં કર્યો હતો. તે પછી સન ૧૯૧૩ માં તેઓ આગ્રાની સેન્ટ જોન્સ કૉલેજમાં રસાયનશાસ્ત્રના અધ્યાપક નિમાયા હતાં; અને હાલમાં ત્યાં જ કામ કરે છે. વચ્ચે (સન ૧૯૨૦–૨૩) ડાંક વર્ષ ઈગ્લાંડ જઈ ડોકટોરેટની ડીગ્રી લઈ આવેલા; અને યુરોપ અમેરિકાદિ દેશમાં વધુ જ્ઞાન અર્થે પ્રવાસ કરેલો, જેને રસિક અહેવાલ એમણે પોતે “સમાલોચક” માસિકમાં પત્ર દ્વારા આપેલ છે. સન ૧૯૨૪ માં સાતમી ગુ. સાહિત્ય પરિષદ ભાવનગરમાં મળેલી ત્યારે તેઓ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ નિમાયા હતા. અત્યારે ગુજરાતીઓમાં વિજ્ઞાનના વિષયમાં રસપૂર્વક અગ્ર ભાગ લેતા એમના જેવા જૂજ મળી આવશે. ખાસ ખુશી થવા જેવું એ છે કે તેઓ આગ્રા યુનિવરસિટિના ધી ફેકલ્ટી ઓફ સાયન્સના ડિન નિમાયેલા છે તેમજ હિન્દી યુનિવરસીટી બનારસના સાયન્સ ફેકલ્ટીના એક સભ્ય છે. | ગુજરાતીમાં વિજ્ઞાનનું સાહિત્ય ઉભું કરવાને તેઓ તીવ ઉત્કંઠા ધરાવે છે અને તક મળે, એક પણ પ્રસંગ, એક વા બીજા માસિકમાં કે વર્તમાનપત્રમાં વિજ્ઞાન વિષે કંઇને કંઈ ઉપયોગી કે જાણવા જેવી માહિતી આપ
२०