Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 256
________________ ગ્રંથકાર ચરિત્રાવળી છોડી ફરી ભરૂચ આવી ત્યાંની અંગ્રેજી શાળામાં સને ૧૯૦૯ માં શિક્ષકની નોકરી લીધી. સને ૧૯૦૩ માં એમનું પ્રથમ લગ્ન થયું હતું. બીજી વારનું લગ્ન સને ૧૯૧૧ માં થયું હતું. શંકરપ્રસાદને છેક બાલ્યાવસ્થાથી કવિતા તરફ ખાસ અભિરૂચિ હતી. ભરૂચમાં એ રસવૃત્તિને ઘણું જ પિષણ મળ્યું. પાઠયપુસ્તકોના અભ્યાસ ઉપરાંત બહારનું પુષ્કળ વાંચન વાંચવાની એમને ચાલુ ટેવ હતી. ભરૂચના નવા દહેરાના ઓટલે જામતી ભારત અને રામાયણની રસિક કથાઓ અને પ્રત્યેક ચાતુર્માસની ભાગવતકથા પ્રત્યે એમને અદભુત શેખ હતો. આપણી આ વીર સંહિતાઓના એકકે એક પ્રસંગથી એ છેક નાની ઉમરમાંજ સુપરિચિત થઈ ગયા હતા. “નર્મગદ્ય' એમનું ખાસ પ્રિય પુસ્તક હતું. દલપતશાહી કાવ્ય જેવાં જોડકણાં જોડવાનો એમને એક નાની ઉમરથી પ્રેમ હતો અને હાઇસ્કુલમાં જતાં પિંગળ વગેરેના વાચનથી પ્રેરાઈ કાવ્યો લખવાનું એમણે શરૂ કરી દીધું હતું. ટુંકી વાર્તાઓ લખવાને પણ એમણે એજ અરસામાં આરંભ કર્યો હતો. શિક્ષક જીવનના સુયોગથી ગુજરાતી સાહિત્યનાં અંગોને રીતસર અભ્યાસ કરવા એ પ્રેરાયા હતા. સાહિત્યની વાચન અને લેખન પ્રત્યે એમને પ્રેરણા કરનાર આવી વ્યક્તિઓમાં એ ઘણીવાર સ્વર્ગસ્થ માણેકલાલ જગજીવનદાસ સુરતી (ભરૂચના લોકો એમને “વિલાયતી' ઉપનામથી ઓળખતા) ને એ ખાસ પૂજ્યભાવથી યાદ કરે છે. એમના સંસ્કૃત અને અંગ્રેજી અભ્યાસની શરૂઆત કરનાર એ પુરૂષ હતા. સમભાવી મિત્રમંડળ એમનું બીજું બળ પ્રેરક હતું અને એમાં ખાસ કરીને સ્વ. મૂલચંદ તેલીવાળા, રા. રા. હરિભાઈ અમીન અને તે વખતનાં ભાગૅવયુવક મંડળના સભ્યો રા. કનૈયાલાલ મુનશી વગેરે હતા. નર્મદાના સૌંદર્યતટ ઉપર ઉનાળાની ઘણી એક રમ્ય સંસ્થાઓ એમણે આ સાહિત્ય અને સંગીત રસિક મિત્રમંડળીમાં ગાળી હતી. શંકર પ્રસાદે આ અરસામાં ભાષાંતરરૂપે અને સ્વતંત્રપણે ઘણું કાવ્ય લખ્યાં છે. અને ત્યારથી અત્યાર સુધી અવારનવાર એ કાવ્યલેખન ચાલુ રહ્યું છે. સન ૧૯૧૫માં એમણે ગોલ્ડસ્મીથના ડેઝર્ટ વિલેજનું ૧૮૮

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286