Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 259
________________ ગ્રંથકાર ચરિત્રાવળી હાનપણથી એમને સામાજિક સુધારા અને સાહિત્ય માટે અત્યંત પ્રીતિ હતી. પ્રાર્થના સમાજમાં સ્વર્ગસ્થ રમણભાઈના ધર્મોપદેશ એમને ઘણા હદયગ્રાહી લાગતા. ઠે. હરિપ્રસાદ તથા રા. રમણીક મહેતા સાથે અમદાવાદમાં હતા ત્યાં લગી, પ્રાર્થના સમાજમાં લગભગ નિયમિત હાજરી આપતા. ધાર્મિક વલણ એમનું એકેશ્વરવાદી હોવાથી મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજર્ષિ રામમોહનરાય અને મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર માટે એમને બહુ પૂજ્ય બુદ્ધિ છે. સાહિત્યની અને સંસાર સુધારાની એમના જીવન પર ઉંડી અસર થયેલી છે. સુધારક વિચારના હોઈને જ્ઞાતિ ઉત્કર્ષ અર્થે ઘણા સમયથી તેઓ ભારે પરિશ્રમ સેવે છે; અને પિતાની જ્ઞાતિનો મોટો સમૂહ જે ઉત્તર હિંદમાં વસે છે, તેમના નિકટ પરિચય અને સહવાસમાં આવી પરસ્પર જ્ઞાતિ સંબંધ દઢ કરી વિકસાવ્યો છે; એટલે સુધી કે પોતે પોતાની બીજી પુત્રીને મથુરામાં એક કેળવાયલા ગ્રેજ્યુએટ સાથે પરણાવી છે અને પિતાનું બીજું લગ્ન સુરતમાં કર્યું હતું. એમનો સુધારો સાચો, વ્યવહારૂ અને સમભાવી છે; અને તે વિચાર પ્રમાણે વર્તન કરે છે, એ તેની વિશેષ મહત્તા છે. એજ પ્રમાણે સાહિત્યમાં એમની સેવા પ્રશંસનિય કહી શકાય. એમને પ્રિય વિષય જીવનચરિત્ર છે; અને એ વિષયમાં ગુજરાતીમાં જેટલું વાચન સાહિત્ય એમણે પૂરું પાડયું છે, એટલું સ્વ. નારાયણ સિવાય બીજા કોઈએ આપ્યું હોય એવું અમારા જાણવામાં નથી. વિશેષમાં એમનું અંગ્રેજી જ્ઞાન સારું છે. તે ઉપરાંત પરદેશ સેવવાથી હિન્દી અને બંગાળીમાં પણ નિપુણતા પ્રાપ્ત કરેલી છે, તેથી કેટલાંક સારા ગ્રંથે એ ભાષાઓમાંથી ગુજરાતીમાં ઉતારવા શક્તિમાન થયેલા છે અને તે ગ્રંથે બેધપ્રદ અને ઉંચી કેટીના છે, એમ કહેવું જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓ માટે વાચનસાહિત્ય આપીને એમણે સ્ત્રીવર્ગની વિશેષ સેવા કરી છે. “ભારતમાં સ્ત્રીરત્ન ” ના ત્રણ મોટા પુસ્તકો સાથે એમનું નામ સદા જોડાયેલું રહેશે. એ ગ્રન્થને હિન્દી ભાષામાં પણ અનુવાદ થયો છે. ભારતવર્ષના મહાન પુરુષોના જીવન ચરિત્રો એક મોટો ગ્રન્થ અનેક ભાગોમાં લખવાને એમનો અભિલાષ છે અને એની કેટલાક તૈયારી પણ એમણે કરી રાખી છે. ૧૯૧

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286