Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 284
________________ પરિશિષ્ટ અને ટાઈપની રચના કરીને મથાળું કેમ બાંધવું, પાનાને મથાળે તથા પ્રકરણના નામ અને લખાણ વચ્ચે કેટલી જગ્યા કરી મૂકવી, પ્રકરણને પ્રથમાક્ષર કેવડો મોટો લઈને તેના પિટામાં બરાબર લખાણની બે જ લીટી સપ્રમાણ કેમ સમાવવી અને સમસ્ત પૃષ્ઠની પ્રમાણબદ્ધ રચના કેમ કરવી તેનો એ નમૂનો છે. પુસ્તકનાં બાકીના ચાલુ પાનાંઓની રચના કેમ કરવી તેનું સુચન નીચલા નમૂનામાં કર્યું છે. પુસ્તકનાં સામસામાં આવતાં બેકી તથા એકી ક્રમનાં પૃષ્ઠ ઉપર, રૂલ લાઇન મૂકીને પુસ્તકનું નામ તથા પ્રકરણનું નામ કેમ ગોઠવવું, પાનાને ક્રમના અંક કયાં ગોઠવવા, ક્યા અક્ષર ઘાટાઘેરા તથા ક્યા ચાલુ બીબાંમાં લેવા, દરેક પૃષ્ઠમાં કેટલી લીટીઓ લેવી, પેરેગ્રાફ કેટલી જગ્યાથી શરૂ કરવા, વચ્ચે કવિતા કે અવતરણ આવે તે સાંકડા માપમાં કેમ ગોઠવવાં વગેરે બધી બાબતોનો તેમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત, આખા પુસ્તકને ઉઠાવ દીપી નીકળે તે માટે, પુસ્તકની મથાળાની બાજુ તથા અંદરની બાંધણીની બાજુએ સાંકડા માર્જિન અને પડખેની તથા નીચેની (ધસારો લાગવાની) બંને બાજુએ પહોળી જગ્યાના મોટા માર્જિન છોડીને, પુસ્તક છાપવા માટે મશિને પર ચડાવતી વખતે તેનાં પાનાં ત્યાં કેવી રીતે ગોઠવવાં તેની સૂચના પણ સાથોસાથ એ નીચલા નમૂનામાં આવી જાય છે. ઉપર જણાવ્યું તેમ, પુસ્તકના કદને વિચાર પણ હાથ-પ્રતની સાથેસાથે જ કરવો જોઈએ અને બને તે પોતાના ધારેલા નમૂનાના પુસ્તકના પાન પ્રમાણે જ હાથ-પ્રત તૈયાર કરવી જોઈએ. પુસ્તકનાં જુદાં જુદાં કદ હોય છે તેની ઝાઝી ઝીણવટમાં અહીં નહિ ઉતરીએ, પણ તે બધાંની જાત વાર ઓળખ મેળવવા સારૂ તેમનાં નામ અને નમૂના જાણી લઈશું એટલે સમજમાં આવી જશે. પુસ્તકોનાં જે જુદાં જુદાં કદ કહેવાય છે તે ખરી રીતે તે કાગળનાં જુદાં જુદાં માપનાં નામ છે. તે તે માપના કાગળને ચોવડે, આઠવડે, સોળવડે કે બત્રીસવડો વાળતાં જે કદ આવે તે કદ અને માપનું એ પુસ્તક કહેવાય. અત્યારે ડેમી, ક્રાઉન, રૈયલ, સુપર રયલ અને ફુસકેપ એ પાંચ માપ પ્રચલિત છે. “સાહિત્ય’, ‘વસંત', બુદ્ધિપ્રકાશ' વગેરે માસિકો છપાય છે તે શયલ આઠ પેજ સાઈઝ –એટલેકે રોયલ માપના કાગળને આઠવો ૨૧૬

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286