Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 261
________________ શભુપ્રસાદ છેલશ કર શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા ઉર્ફે કુસુમાકર જાતે તેએ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના માતાનું નામ મહાકુંવર; વતન ગાંડલ અને જન્મ જામનગર-મેાસાળમાં તા. ૮મી જાન્યુઆરી ૧૮૯૨ના રાજ થયા હતા. ગોંડલમાં સંગ્રામજી હાઇસ્કુલમાં શ્રીયુત ‘લલિત’ ના સંસર્ગામાં આવ્યાથી, એમની કવિતા પ્રતિની રુચિ અને મમતા વિકસેલાં; એવીજ રીતે રાજકેટમાં આલ્ફ્રેડ હાઇસ્કુલમાં શ્રીયુત કૌશિકરામ વિ. મહેતા તરફથી પણ એમને પ્રેાત્સાહન મળેલું. વળી એમના વિડેલ બંધુ રા. વૈકુ પ્રસાદે પણ એ જાગૃત થયેલા સંસ્કારાને પોષીને વિશેષ ઉત્તેજન આપ્યું હતું. એમણે સન ૧૯૧૪ માં બી. એ., ની પરીક્ષા આનસ સાથે પુનાની ર્ગ્યુસન કૅાલેજમાંથી ઐચ્છિક વિષય તત્ત્વજ્ઞાન લઇ, પાસ કરેલી અને સન ૧૯૨૦ માં એસ. ટી. સી. ડી; ની કેળવણી ખાતા તરફથી લેવાતી પરીક્ષામાં ઉત્તીણ થયલા. ફરગ્યુસન કૅાલેજમાં પ્રેા. ભાટેએ પણ એમના પર વિશેષ અસર કરેલી; ત્યારથી પ્લેટાની ફિલસૂરી માટે પક્ષપાત બંધાયલા; અને એ અરસામાં સ્વર્ગીસ્થ રણજીતરામના પરિચયમાં આવતાં, તેમણે એમને સાહિત્ય પ્રતિ ખેચેલા, એટલુંજ નહિ પણ એમના જીવનપર ઉંડી છાપ પાડી હતી. આવી અનેકવિધ અસરેાના કારણે, શાળા તથા કાલેજમાં બીજી ભાષા ફ્રેન્ચ છતાં એમણે ઉપનિષદ્ સુધી સંસ્કૃત ગ્રંથના મહાસાગરમાં ઝંપલાવ્યું છે. અત્યારે તેઓ સુરત મિડલ સ્કુલમાં શિક્ષક છે. એમના પ્રિય વિષયે કવિતા અને ફિલસૂરી છે. જન કિવ ગેટેના Sorrows of werther પરથી “અરવન્દના આંસુ” એ નામનું એક પુસ્તક તૈયાર કર્યું છે, જે હજી અપ્રકટ છે; તેમજ એમના ગદ્ય લેખાને એક સંગ્રહ થવા જાય છે, જે તેએ ‘સ્મૃતિ મન્દિર' એ નામથી પ્રકટ કરવાની અભિલાષા રાખે છે. એમને કાવ્ય સંગ્રહ જુલ-હિન્દેાળ” નામે તુર્તમાં પ્રકટ થવા સંભવ છે. સન ૧૯૧૫ થી લેખન વ્યવસાય શરૂ થાય છે; અને અવારનવાર જૂદાં જૂદાં માસિકામાં એમના કાવ્યે, લેખા વગેરે આવે છે. ૫ ૧૯૩

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286