Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 255
________________ શંકરપ્રસાદ છગનલાલ રાવલ શંકર પ્રસાદ છગનલાલ રાવલ શંકર પ્રસાદ રાવળને જન્મ સને ૧૮૮૭ ના જાન્યુઆરીની છવ્વીસમી તારીખે એમની વતનભૂમિ વડેદરા (મહીકાંઠા એજન્સી) માં થયો હતો. વડોદરા ગામ અમદાવાદ પ્રાંતીજ રેલવેના ડભોડા સ્ટેશનથી એક માઈલને આસરે નાની ખારી નદીને કાંઠે આવેલું છે. એ જ્ઞાતિએ ઉદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમના કુટુંબને ધંધે ખેતીનો છે. એમના પિતાનું નામ છગનલાલ જાદવજીએ બહોળા વસ્તારી હતા અને એમની સ્થિતિ સાધારણ હતી. શંકર પ્રસાદે એમના ગામની સરકારી ગુજરાતી નિશાળમાં પાંચ વર્ષની ઉમ્મરે અભ્યાસ શરૂ કર્યો. એમની નવ વર્ષની વયે એમના પિતાનું કોલેરાથી એકાએક અવસાન થયું. કુટુંબમાં બીજો કોઈ પુરૂષ ન હોવાથી એના નિર્વાહને ભાર એમની માતા જડાવબાઈને માથે પડયે. વડોદરા ગામમાં ત્રણ ધારણા પુરાં કરી શંકરપ્રસાદ એમની બહેનને ત્યાં ભરૂચ વધુ અભ્યાસ કરવા ગયા. ભરૂચ મ્યુનીસીપાલીટીની છઠ્ઠા નંબરની (નવા દહેરાની) અને પહેલા નંબરની (લાલ બજારની) શાળામાં એમણે પાંચ ધારણુ પુરા કર્યા. આ પછી સરકારી શિષ્યવૃત્તિઓની હરિફાઈની પરીક્ષા પાસ કરવાથી માસિક રૂપીઆ ત્રણની મદદ મળવાથી એમણે ભરૂચની લૅકહિતેચ્છુ સભાની એ. વી. સ્કુલમાં અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો. અંગ્રેજી ત્રીજા ધોરણમાં હાઈસ્કુલ સ્કોલરશીપ રૂપીઆ પાંચની દર માસે મળવાથી એમણે ભરૂચની દલાલ હાઇસ્કુલમાં પ્રવેશ કર્યો. અને ૧૯૦૬ માં ઉપલે નંબરે મેટ્રીક અને સ્કુલ ફાઈનલ પરીક્ષા પાસ કરી. પિતાનો અભ્યાસ જારી રાખવા એમને તીવ્ર ઈચ્છા હતી પણ કુટુંબ નિર્વાહની ચાલુ ચિતાને લીધે એ ઈચ્છાને દબાવી દેવા સિવાય બીજો માર્ગ નહે. ૧૯૦૮ માં મુંબાઈ જઈ એમણે રજીસ્ટ્રેશન ખાતામાં સરકારી નોકરી લીધી. પણ તેમની અભ્યાસિક વૃત્તિના ઊછાળાઓના દબાણથી તેનું રાજીનામું આપી સને ૧૯૦૮ માં મુંબઈની વિલ્સન કેલેજમાં એમણે અભ્યાસ કરી શરૂ કર્યો. પણ દિવસે દિવસે વધતી જતી કે ટુંબિક ચિન્તાઓએ વળી ફરી અભ્યાસમાં ખલેલ કર્યું ને તે વર્ષ નિષ્ફળ જવાથી શરીર બગડતાં મુંબાઈ ૧૮૭

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286