________________
કોશિકરામ વિહરરામ મહેતા
કૌશિકરામ વિનહરરામ મહેતા
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને સુરતના વતની છે. એમને જન્મ સં. ૧૯૩૦ (સન ૧૮૭૪) ના આ વદિ ૬ ના રોજ સુરતમાં થયો હતો. એમના પિતાનું પૂરું નામ વિદનહરરામ બલરામ મહેતા અને માતાનું નામ હરદયાગૌરી છે. સન ૧૮૮૯ માં એમણે મેટ્રીકની પરીક્ષા સુરત હાઈસ્કૂલમાંથી પસાર કરેલી અને પછી વડોદરા કોલેજમાં જોડાયેલા, ત્યાંથી સને ૧૮૯૨ માં બી. એ., ની પરીક્ષા ભાષા અને સાહિત્ય ઐચ્છિક વિષય લઇને બીજા વર્ગમાં પાસ કરી હતી. એમના પ્રિય વિષયો, શિસ્ત્રણ શાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્ય છે; અને એ વિષયોનો એમનો અભ્યાસ અને અનુભવ પણ બહાળે અને ઝીણે છે. એમણે જુદે જુદે સ્થળોએ એક શિક્ષક તરીકે કામ કરેલું છે; અને બધે સ્થળે એમના શિક્ષણની પ્રશંસા થયેલી છે. કાઠિયાવાડમાં તો એમનું નામ ઘરગથુ જેવું થઈ રહ્યું છે. એઓ જુનાગઢ હાઈસ્કૂલમાં લાંબા સમય સુધી હેડમાસ્તર હતા, ત્યાર પછી એક વર્ષ રાજકોટમાં, અને છેવટના ભાગમાં ભાવનગરમાં વિદ્યાધિકારીના હોદ્દે નિમાયા હતા; પણ કેન્સિલ સાથે મતભેદ ઉઠતાં, તેઓ પોતાના અધિકાર ઉપરથી નિવૃત્ત થયા હતા. કેટલાંક વર્ષોથી તેઓ અમદાવાદમાં રહે છે, અને શહેરનાં કેટલાંક જાણતાં શ્રીમંત કુટુંબ સાથે રીડર અને કંપેનિયન તરીકે એમને સંબંધ થયો છે. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈની આદર્શ કુટુંબશાળામાં અનેક વર્ષોથી તેઓ અધ્યાપક હોવા ઉપરાંત હાલ તેઓ અમદાવાદ વનિતાવિશ્રામમાં મુખ્ય અધ્યાપકના પદે છે. એમનું સંસ્કૃતનું જ્ઞાન પણ સારું છે. એ કઠિન ભાષામાં એ ઉત્તમ કાવ્યરચના કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે એમનાં રચેલાં પુસ્તક “સરલ સંસ્કૃત” ભાગ ૧-૨ નવા શિખાઉ વર્ગમાં લોકપ્રિય નિવડ્યાં છે.
આપણા વૈદિક ધર્મ અને તત્વજ્ઞાનના તેઓ ઉંડા અભ્યાસી છે, એમ એમના “મહાકાલ', સદુપદેશ શ્રેણુ વગેરેમાં પ્રકટ થયેલા લેખોના વાચન પરથી માલુમ પડશે, વળી એમના સવૈયા, જે એમની અનોખી કૃતિ છે, તે એમની સંસ્કારિતા, રસિકતા, ઉંડું મનન અને અભ્યાસને સરસ ખ્યાલ આપે છે.
કેટલાક સમય સુધી એમણે “સ્વધર્મ–જાગૃતિ” માસિક ચલાવ્યું હતું. તેમાં નીતિ, ધર્મ અને સાહિત્ય વિષયક લેખો આવતા હતા; પણ કેટલાક પ્રતિબંધને લીધે તે તેમને બંધ કરવું પડયું હતું.
૪૯