Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 252
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. સો. વિમળાગવરી મોતીલાલ સેતલવાડ એઓ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય, વતની અમદાવાદના, રા. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિના પુત્રી, સ્વ. દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈને દોહિત્રી અને સર ચીમનલાલ સેતલવાડના પુત્રવધુ થાય છે. પ્રાથમિક શિક્ષણ રણછોડલાલ છોટાલાલ ખાડીઆ કન્યાશાળામાં લીધેલું અને ઈંગ્રેજીનું જ્ઞાન સ્ત્રીઓ માટેની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ સાથેની હાઈસ્કૂલમાં લીધેલું; તે પાછળથી ખાનગી અભ્યાસ કરી ખૂબ વધારેલું છે. એમને જન્મ તા. ૨૧ મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ થયો હતો. અને લગ્ન સન ૧૯૦૭માં સર ચીમનલાલના જ્યેષ્ઠ પુત્ર મોતીલાલ, જેઓ મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ છે, એમની સાથે થયું હતું. શારીરિક સ્વસ્થતા બરોબર રહેતી નહિ હોવાથી તેઓ ઘણોખરે સમય મુંબાઈ બહાર હવાફેર માટે રહે છે અને જે સમય મળે છે તે બધે વાચન અનેં અભ્યાસમાં ગાળે છે. તેમને વિજ્ઞાન પ્રતિ વિશેષ અભિરૂચિ છે. એ વિષે કેટલાંક છૂટક લેખ લખેલાં, તે બધાં એકત્રિત કરી જૂદા પુસ્તકરૂપે છપાવા માંડયા છે, જે સંગ્રહ એક સુંદર પુસ્તક થઈ પડશે. વળી તેમણે અંકલ ટમ્સ કેબિન નામના જગપ્રસિદ્ધ પુસ્તકને “ગુલામગીરીને ગજબ” એ નામથી અનુવાદ કરેલો છે અને એ બીજો અનુવાદ સ્કોટની સુપ્રસિદ્ધ કૃતિ “આઈવાન હાને કર્યો છે, જે ગ્રંથ ગુ. વ. સાઈટીએ બે ભાગમાં છપાવ્યો છે. આપણે અહિં સ્ત્રીલેખિકાઓ ગણીગાંઠી છે; તેમાં આ બહેનને સમાવેશ થાય છે; અને એમના ગ્રંથમાં પણ સુસંસ્કાર અને જ્ઞાનની છાપ પડેલી જણાય છે. તેમણે ઈગ્લેંડ યૂરપની મુસાફરી કરેલી છે. બાળવાર્તાઓ પણ કેટલીએક લખી છે તેનો સંગ્રહ પ્રસિદ્ધ થાય તો તે એક સારું બાળોપયોગી પુસ્તક થાય. એમના પુસ્તકોની યાદી ગુલામગીરીને ગજબ સન ૧૯૧૮ આઈલેન્ડે ભા. ૧ લો છે ૧૯૨૬ ભા. ૨ જે ૧૯૨૭ બાળવિજ્ઞાન ભા. ૧ લે ,, ૧૯૩૦ • પુસ્તકલાય સહાયક સહકારી મંડળી લી. તરફથી છપાય છે. १८४

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286