________________
ગિજુભાઈ ભગવાનજી બધેકા ગિજુભાઈ ભગવાનજી બધેકા
એઓ વલ્લભીપુર-વળાના વતની; જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમને જન્મ તા. ૧૫ મી નવેમ્બર ૧૮૮૫ના દિવસે ભાવનગરમાં થયો હતે. એમના પિતાનું નામ ભગવાન શંકર બધેકા અને માતાનું નામ શ્રીમતી કાશીબહેન છે. એઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં જ લીધેલું. સન ૧૯૦૫ માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી પ્રિવિયસની પરીક્ષા પસાર કર્યા પછી તેમણે કાયદો વાંચો શરૂ કર્યો અને પોતે ડિસ્ટ્રિકટ અને હાઈકોર્ટ વકીલ થયા; પણ કેળવણુ પ્રતિ જાણે કે નૈસર્ગિક આકર્ષણ ન હોય તેમ વકીલાત કરવાનું નાપસંદ કરી, તેઓ શ્રીયુત નસિંહપ્રસાદ ભટ્ટ નવા શરૂ કરેલા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં દાખલ થયા. સમસ્ત ગુજરાતમાં આજે એ સંસ્થા એક પ્રાથમિક કેળવણુનું જીવંત કેન્દ્ર અને પ્રયોગશાળા બની રહી છે, એનો યશ મુખ્યત્વે એમને છે. એમના પ્રિય વિષય સાહિત્ય અને શિક્ષણશાસ્ત્ર છે. શિક્ષણશાસ્ત્રને એમણે પોતાનો ખાસ અભ્યાસ અને પ્રયોગનો વિષય કરી મુકેલો છે; કેળવણીના ક્ષેત્રમાં આજકાલ જે નવું ચેતન નજરે પડે છે, એ એમની સતત ખંત ભરી પ્રવૃત્તિને કેટલેક દરજે આભારી છે. ગુજરાતમાં મેન્ટેસરી શિક્ષણ પદ્ધતિ પ્રચલિત કરનાર, એજ છે, જો કે છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયત્નો કઈ કઈ સ્થળોએ પૂર્વે થયા હશે. જ્યારથી બાલમંદિર દક્ષિણામૂર્તિએ સ્થાપ્યું છે, ત્યારથી એ તેના પ્રાણ બની રહ્યા છે; એકલું શિક્ષણકાર્ય એમના માટે બસ નથી. તેઓ પ્રચારકાર્યમાં પણ એટલી જ શ્રદ્ધા ધરાવે છે, અને તે પાછળ એમણે ઉપાડેલ શ્રમ અપૂર્વ છે.
એમણે બાળકો માટે સંખ્યાબંધ પુસ્તકે લખેલાં છે. બાલસાહિત્યની આપણે અહિં જે ઉણપ જણાયા કરતી હતી, તે દક્ષિણામૂર્તિના પ્રકશનેથી ઘણે અંશે ઓછી થઈ છે. હમણાં તેમણે જનતામાંથી નિરક્ષરતા ટાળવાને મહાભારત અખતરે શરૂ કર્યો છે, અને તે માટેની એમની ધગશ અને પદ્ધતિસર કાર્ય કરવાની શક્તિ અને વ્યવસ્થા જતાં, એમને એ અખતર ફતેહમંદ થવાની આશા પડે છે.
આવા એમના નિઃસ્વાર્થ અને સરસ સેવાકાર્ય બદલ ગયે વર્ષે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો.
૪૭