________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
પેન્શન લીધા પછી પણ સાહિત્યના અભ્યાસ અને પ્રકાશનનું કાર્ય ચાલું હતું. ભાલણની કાદંબરી, ભાસનાં નાટકે વગેરે ગ્રંથનું કાર્ય ચાલતું હતું, એવામાં ગુજરાત કોલેજમાં ગુજરાતીના અધ્યાપકની જગ્યા નવી નિકળતાં તેમને એ સ્થાન પર નિયુકત કરવામાં આવ્યા હતા. કેટલોક સમય કામ કર્યા બાદ પેન્શન સંબંધમાં મતભેદ પડતાં, પોતે એ જગ્યાનું રાજીનામું મોકલી, બીજીવારના નિવૃત્ત થયા; પણ પાછળથી દબાણ થતાં,
એ જગ્યા ફરી સ્વીકારી છે અને અદ્યાપિ તે પદ પર છે. ઉપરોકત રાજીનામું આપ્યા પછી એમની વિદ્વત્તાની કદર બુજી સરકારે તેમને દીવાન બહાદુરનો ઈલ્કાબ બ હતો; અને હમણાં આપણું મુંબઈ યુનિવર્સિટીએ એમને ઠકકર વસનજી માધવજી લેકચર્સ (૧૯૩૦-૩૧) આપવાને નિયોજ્યા છે.
* સન ૧૯૨૦ થી તેઓ ગુ. વ. સોસાઇટીના પ્રમુખ દર વર્ષે ચૂંટાય છે અને તે પહેલાં પણ સાઈટી સાથે તેમનો સંબંધ બહુ ગાઢ, સક્રિય અને લાંબે છે; અને એ પદનું કર્તવ્ય–જવાબદારી લક્ષમાં લઈને એમણે સન ૧૯૨૧ માં સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલા ગુજરાતી કોષનું નવું સંસ્કરણ, શાસ્ત્રીય અને ઐતિહાસિક પદ્ધતિએ તૈયાર કરવાનું સૌને સહકાર મળશે એવી આશાથી આરંભેલુંપરંતુ મદદના અભાવે અને માત્ર એકલે હાથે કામ કરવાનું માથે પડવાથી ફકત ૫ કાર અને , મા, એમ ત્રણ અક્ષરે જ સળંગ નવેસર તૈયાર થઈ શક્યા છે, જે એ વિષયમાં કાર્ય કર્તાઓને અવશ્ય માર્ગદર્શક અને મદદગાર થશે.
એવી જ કર્તવ્યનિષ્ઠાથી એમણે પ્રાચીન ગુર્જર કાવ્યોની નવી આવૃત્તિઓ, બને તેટલી શુદ્ધ અને શાસ્ત્રીય રીતે તૈયાર કરવાની યોજના હાથમાં લીધેલી છે. આજદિન સુધીમાં એ માળાના ત્રણ પુસ્તકે પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને બીજા ગ્રંથનું સંશોધન કાર્ય આગળ ચાલુ છે અને તેનું એડિટિગ કાર્ય જુદે જુદે હાથે વહેંચી નાંખેલું છે.
વળી સન ૧૯૨૫ માં અમદાવાદમાં ભરાયેલા કળા-પ્રદર્શનના અંગે થયેલા નાટય સંમેલન પ્રસંગે એમણે આપેલું પ્રાચીન નાટયશાસ્ત્ર વિષે વ્યાખ્યાન એમને સંસ્કૃત સાહિત્યને ઉંડે અભ્યાસ અને સંશોધનને ઉત્તમ નમુને રજુ કરે છે.
૩૨