________________
ગ્રંથકાર ચરિત્રાવળી
કલ્યાણરાય નથુભાઈ જોષી (બી. એ.)
એઓ બેટ-દ્વારકાંના વતની છે. એમને જન્મ ઓખામંડળના બેટ શંખકારમાં તા. ૧૨ મી જુલાઈ ૧૮૮૫ ના દિવસે થયો હતો. એમના પિતાનું નામ નથુભાઈ ઓધવજી અને માતાનું નામ દિવાળીબા છે. એ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના છે.
એમણે માર્મિક શાળાના ઉપરના બે ધારણોનું અને ઉંચું શિક્ષણ બધું મુંબાઈમાં જ લીધું હતું. સન ૧૯૦૪ માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા, વિજ્ઞાનમાં ઉપલે નંબરે આવી પસાર કરી હતી અને તે બદલ એમને ઉત્તમરામ મેમોરિયલ કેલરશીપ મળી હતી. તે પછી ચાર વર્ષ એમણે એલ્ફીન્સટન કૅલેજમાં અભ્યાસ કર્યો હત; અને સન ૧૯૦૮ માં બી. એ, ની પરીક્ષા વિજ્ઞાનના ઐચ્છિક વિષય સાથે, બીજા વર્ગમાં પાસ કરી હતી. વળી કાંગા પ્રાઇઝ અને કૅલેજ સ્કેલરશીપ મેળવ્યાં હતાં.
તે પછી એઓ વડોદરા રાજયની નોકરીમાં જોડાયા અને અત્યારે તેઓ પાટણની હાઈસ્કુલમાં હેડમાસ્તર છે. એમના પ્રિય વિષય વિજ્ઞાન અને પુરાતત્ત્વ છે. એઓ વડેદરા હતા તે અરસામાં જાણીતું
કેળવણ' માસિક બંધ પડવાની તૈયારીમાં હતું તેની જવાબદારી અને તંત્રીપદ એમણે સ્વીકારી, સન ૧૯૧૬ થી ૧૯૨૦ સુધી તે સફળતા પૂર્વક ચલાવ્યું હતું. સન ૧૯૧૨ માં વાચનમાળામાંના વિજ્ઞાનના પાઠ શિખવવામાં મદદગાર થાય એવી માર્ગોપદેશિકાના ત્રણ ખંડ બહાર પાડ્યા હતા. એક લેખક તરીકે એમને હિસ્સો ગુજરાતી સાહિત્યમાં ઘેડે નથી, તે એમના ગ્રંથની સૂચિ છેવટે નોંધી છે, તે પરથી ઝટ ખ્યાલમાં આવશે.
નોકરીના અંગે જ્યાં જ્યાં એમનું જવાનું થાય છે, ત્યાં ત્યાં એઓ જન સેવા અને કેળવણી પ્રચારના કાર્યમાં આગળ પડતો ભાગ લે છે અને ત્યાંની પ્રવૃત્તિ વ્યવસ્થિત અને નિયમિત કરવાનો પ્રયત્ન કરે છે, એ એમની વડોદરામાંની, દ્વારિકામાંની અને પાટણમાંની પ્રવૃત્તિ પરથી જોઈ શકાશે.
વળી એમની નજર નીચે વડોદરા રાજય તરફથી ઓખામંડળમાં ઐતિહાસિક ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, અને તે હજુ જારી છે. તેમાંથી સ્કંદગુપ્ત પૂર્વેનાં અવશેષો મળી આવેલાં છે; પણ ચોક્કસ પરિણામ પર, તે કાર્ય પૂરું થયે, આવી શકાય. અત્યારે માત્ર તક જ કરવો રહ્યો.
એમના લખેલાં અંશે એક છે અને તે એક જ ક્ષેત્રમાં નહિ, પણ