Book Title: Good Night Author(s): Rashmiratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 6
________________ ૭) સૂતી વખતે શ્રીનેમિનાથ - પાર્શ્વનાથ પ્રભુના સ્મરણથી દુઃસ્વપ્નો નો નાશ થાય. શ્રી ચંદ્રપ્રભસ્વામીના સ્મરણથી સુખનિદ્રા અને શ્રી શાંતિનાથ ભગવાનના સ્મરણથી ચૌરાદિનો ભય નાશ પામે (આચારોપદેશ) દિશાજ્ઞાન :- દક્ષિણદિશામાં પગ રાખીને ક્યારેય સૂવાનું નહીં, યમ અને દુષ્ટ દેવોનો વાસ છે, કાનમાં હવા ભરાય, માથામાં લોહી ઓછું પહોંચે, સ્મૃતિભ્રંશ, મોત અને મોત જેવી બિમારીઓથાય, આ વાત વેજ્ઞાનિકો અને વાસ્તુ શાસ્ત્રીઓએ પણ જાહેર કરી છે. પૂર્વમાં માથું રાખીને સૂવાથી સન્માર્ગે લઇ જનારી બુધ્ધિ મળે. પશ્ચિમમાં માથું રાખીને સૂવાથી ચિંતા વધે દક્ષિણમાં માથું રાખીને સૂવાથી આરોગ્ય-ધનની પ્રાપ્તિ થાય. ઉત્તરમાં માથું રાખીને સૂવાથી મૃત્યુ અને બિમારીઓ આવે. (હિતોપદેશ માલા) પ્રા શિરઃશયને વિદ્યા, ધનલાભશ દક્ષિણે પશ્ચિમે પ્રબલા ચિન્તા, મૃત્યુતાનિસ્તોત્તરે / ૯) માથું અને પગ તેરફ દીવો રાખવો નહિ. ડાબી કે જમણી બાજુ ઓછામાં ઓછો પાંચ હાથ દૂર દીવો હોવો જોઈએ. ૧૦) સૂતી વખતે માથે દિવાલથી ઓછામાં ઓછું ત્રણ હાથ દૂર હોવું જોઈએ ૧૧) પગની પાસે ખાંડણી કે સાંબેલું રાખવું નહિ. ૧૨) સાંજના સમયે (સંધ્યાકાળે) ઊંઘ લેવી નહિ. ૧૩) શય્યા (ગાદલા) ઉપર બેઠા બેઠા ઊંઘ લેવી નહિ. ૧૪) ઘરના ઉંબરા ઉપર માથું રાખીને ઊંઘ લેવી નહિ. ૧૫) હૃદય ઉપર હાથ મૂકીને છતના પાટ (નાટ) નીચે અને પગ ઉપર પગ ચઢાવીને સૂવું નહિ. ૧૬) સૂર્યાસ્ત પહેલાં સૂવું નહિ. ૧૭) પગની સામે શય્યા ઊંચી હોય તો અશુભ છે. એટલે પગ નીચે કંઈ રાખવું નહિ. ૧૮) શય્યા (ગાદલા) ઉપર બેસીને ખાવું અશુભ છે. (બેડ ટી પીવાવાળા સાવધાન!) ગુડનાઈટ...૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 98