________________
(૧૭) ચંદન પૂજા
૧) ચંદનથી વિલેપન પૂજા કરવાની. ૨) જો આંગી બનાવવી હોય તો પ્રભુના અંગ ઉપર વિલેપન કરી શકાય. નહીંતર
પ્રભુના ચરણે વિલેપન પૂજા કરી લેવી. ૩) આચારોપદેશ ગ્રંથ :- કેશરથી યુક્ત એવા ઉત્તમ ચંદન વિના પૂજા થઇ શકતી
નથી.
... આંગી.... ૧) વિલેપન કર્યા પછી આંગી કરવી. ૨) સોનાના વરખની આંગી ઘણા અંતરાયો તોડી નાંખે છે. (ફાલના-વરકાણામાં
રોજે-રોજ એક ભાઇ તરફથી સોનાના વરખની આંગી થાય છે.) આંગીમાં વરખ
વાપરી શકાય, કારણકે સોનું ચાંદી અશુધ્ધિને પકડતું નથી. ૩) એલ્યુમિનિયમ અને સીસાવાળા વરખ ભગવાનને ચોંટી જાય છે. માટે શુધ્ધ વરખ
વાપરવાનો આગ્રહ રાખવો. ૪) આંગીમાં ઉત્તમ દ્રવ્યો વાપરવા. પ્લાસ્ટીકના નંગો કે રૂ વાપરવું નહીં
- કેસર પૂજા. ૧) વાટકીમાં આંગળી નાખતા નખ અંદર જાય નહી તેનું ખાસ ધ્યાન રાખવું. ૨) નખની અંદર રહેલું કેસરસુકાઇને જમતી વખતે પેટમાં જાયતો દેવદ્રવ્યના ભક્ષણનું
મોટું પાપ લાગે છે. ૩) પૂજા કરતાં ખણજ આવે તો સહન કરવું પણ ખણવું નહિ. શરીરને હાથ અડાડીએ
તો હાથ ધોવા પડે.
ગુડનાઈટ. ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org