Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૭) અભિષેક જળનો નિકાલ - કોઇનો પગ ન આવે એવી જગ્યાએ પરઠવવું. તુરત સુકાઇ જાય, જીવજંતુ ન પડે એનો ખ્યાલ રાખવો. કુંડી રાખવી અથવા નદીમાં એક બાજુ પરઠવવું. ૮) મુદ્રા - કળશને બન્ને હાથમાં લઇ કળશને સહેજ નમાવવો. એને સમર્પણ મુદ્રા કહેવાય છે. પ્રભો! સંસારવૃક્ષના ત્રણ મૂળિયા છે. અગ્નિ - સ્ત્રી અને સચિત્તજળ. અગ્નિ અને સ્ત્રી છોડી શકાય. સચિત્તજળ એ સંસારના પ્રતીને આપણા ચરણે અર્પણ કરું છું. અને ક્યારે બનીશ હું તારા જેવો વીતરાગી” આ અર્પણની, ભાવના. પહેલા દેવ પછી ગુરૂ પછી દેવદેવી. પરિકરમાં રહેલ તમામનો અભિષેક પ્રભુ સાથે જ કરી શકાય. એ પ્રભુના અંગ તરીકે જ સ્વીકાર્ય છે. (યક્ષ-યક્ષિણીની સ્થાપના હોય તો એમનો અભિષેક જુદો.) • અંગલુછણા... ૧) ત્રણ અંગલુછણા ફરજિયાત કરવાના હળવા હાથે કરવા. અંગલુંછણા થાળીમાં રાખવા. ૨) અંગલુછણા દરરોજ ધોવાના હોય છે. ૩) અલગ ડોરી ઉપર સુક્વવાના. ૪) નીચે પડી જાય તો નવા લેવાના ૫) દરેક વ્યક્તિ વસ્ત્રપૂજા તરીકે પોતાના ઘરથી, અંગલુંછણા લાવે તો વધુ લાભ મળે. ૬) પહેલુ જાડું, બીજુ પાતળું, ત્રીજુ એકદમ પાતળું. જો પાણી રહી જાય તો નિગોદ થવાની શક્યતા છે, જીવાત ઉત્પન્ન થઇ જાય, પ્રતિમાજી શ્યામ પડી જાય, માટે ભગવાન અને પરિકરએકદમકોરા કરવા, જરૂરત પડે તો તાંબાની સળીનો ઉપયોગ કરીને પણ પ્રભુની પલાઠી કોરી કરવી. ૭) કેશર અને કપૂરથી મિશ્ર સુગંધી જળ વડે ત્રણ ભુવનના સ્વામિને સ્નાન કરાવવું. બાદ કેશર તથા ચંદનને બરાસથી મિશ્રીત કરીને ભાવપૂર્વક જિનબિંબની પૂજા કરવી. - શ્રાદ્ધદિનકૃત્ય ગુડનાઈટ... ૩૪ Por Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98