Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 45
________________ ... કચ્છી ડિશ... ૧) કચ્છીઓને છાસ ખાસ જોઇએ. ખિચડી અને છાસ ખાય, એ દ્વિદળ કહેવાય ૨) જેની બે ફાડ થાય અને તેલ ન નીકળે એવું ધાન્ય કઠોળ કહેવાય. ૩) કઠોળ સાથે કાચું દહીં, કાચું દૂધ, કાચી છાસન ચાલે, દ્વિદળ થાય. એમાં અનેક જીવોની ઉત્પત્તિ તરત જ થઇ જાય છે. ૪) છાસ પણ પાણીની જેમ ઉકાળેલી હોય તોજ કઠોળ સાથે ચાલે.. ૫) છાસ પીવી હોય તો થાળી, વાટકા એકદમ કોરા કરી લીધા પછી જ ચાલે - ભક્ષ્ય પણ અભક્ષ્ય કઇ રીતે બને? કડીભક્ષ્ય છે પણ બનાવવાની રીતમાં ગરબડ થાયતો અભક્ષ્યથાય. છાસ ઉકાળ્યા વગર તરત જ લોટ નાંખવામાં આવે છે તે અભક્ષ્ય કહેવાય. .. પ્રાસંગિક .... ૧) સંજ્ઞા પ્રધાન, પ્રજ્ઞાપ્રધાન જીવનો બહુ જીવ્યા, હવે આજ્ઞા પ્રધાન જીવવાનો શુભ સંકલ્પ કરો. ૨) આહાર-નિદ્રા-ભય અને મૈથુન આ ચાર કામો તો પશુઓમાં પણ હોય છે, વિવેક જ મનુષ્યમાં વધારે છે. ખાવા પીવાની દરેક બાબતમાં જો માણસ વિવેક ને અભરાઇએ ચઢાવી દે, તો એ માણસ પશુ જ છે. ૩) ગમે તે ખાવું નહિ, ગમે ત્યાં ખાવું નહિ, ગમે તેટલીવાર ખાવું નહિ. સૌરાષ્ટ્રના પટેલભાઇએ આ ત્રણ નિયમો પાળી જૈનશાસનના એક સાચા શ્રાવક બની સમાધિ મૃત્યુ મેળવ્યું. ૧) લિલોત્તરી આઠમ-ચૌદસન ખવાય, પણ બ્રેડ-બટર તો કોઇ દિવસન ખવાય. ૨) બ્રેડ વાસી હોય છે. એમાં ઢગલાબંધ બેઇંદ્રિય જીવો ઉત્પન્ન થયેલા હોય છે. ૩) બટર (માખણ) તો ૬ મહાવિગઈમાં આવે છે, એ તો ખવાય જ નહીં છાસથી અલગ પડતાં જ એમાં પાર વગરના ત્રસ જીવો ઉત્પન્ન થઇ જાય છે. ગુડનાઈટ... ૪ર For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98