Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 51
________________ ૬) ઉત્તરાધ્યયનમાં પ્રભુ મહાવીરે ચાર વસ્તુ દુર્લભ બતાવી છે. ૧) માનવ જન્મ ૨) ધર્મનું શ્રવણ ૩) શ્રધ્ધા ૪) આચરણ સાંભળવું, સમજવું, સ્વીકારવું અને જીવનમાં ઉતારવું દુર્લભ છે. (૨૬) ગુજરાતી ડીશ ૧) છુંદો અને મુરબ્બો અભક્ષ્ય નથી. ૨) કટકીમાં ચાસની કાચી હોય તો અભક્ષ્ય છે, પાકી હોય તો અભક્ષ્ય નથી. ૩) આમળાનો મીઠોમુરબ્બોઅભક્ષ્ય નથી. બાકી તમામબોળ અથાણાઓમાં બેઇન્દ્રિય જીવોત્પત્તિ થાય છે. મીઠું નાંખવાથી પાણી છુટે છે, માટે કાચી કેરી, કેર, ગંદા, લીંબુ, મરચાં, ટિંડોળા આદિ તમામ અથાણાઓ ન ખાવા જોઇએ. ૪) બજારના અથાણાઓમાં એસિડ પણ નાંખવામાં આવે છે. પેટને ભયંકર નુકશાન થાય છે. ૫) મેથીનો મસાલો :- મેથી ધાન્ય છે, શેકેલા ધાન્યનો કાળ હોય છે માટે મેથીના કુરિયા શેકેલા હોય તો મિઠાઇના કાલે જ ચાલે. શેક્યા વગરની મેથીનો કોઇ કાળ નથી. ૧ વરસ પણ ચાલી શકે છે. ૬) શેકેલ ચણાનો પણ કાળ હોય છે માટે એની ચટણી ચોમાસામાં ૧૫ દિવસ, શિયાળામાં ૧ મહિનો, ઉનાળામાં ૨૦ દિવસથી વધુ ન ચાલે. આયંબિલખાતામાં પણ ચણા-મમરા-ધાણી નો કાળ ધ્યાન રાખવો. પૂછીને જ લેવા. ૭) સીંગદાણાની ચટણીનો કોઇ કાળ નથી. ૮) રર અભક્ષ્યમાં કાચું મીઠું આવે છે. શ્રાવકોએ કાચું મીઠું ઉપરથી લેવું ન જોઇએ. ૯) નીતિશાસ્ત્ર પ્રમાણે જમતી વખતે ન બોલવું જોઇએ. શાંત મનથી ખાધેલું પચે છે, નહિંતર ગેસ બને છે. પગ પર પગ ચઢાવવા નહીં. બેસવા માટે આસન જમીન પર રાખવું જોઇએ. ૧૦) નીતિવાક્ય - ૫ વાગે ઉઠવું, ૧૦ વાગે જમવું, ૫ વાગે જમવું, ૧૦વાગે સૂવું. ગુડનાઈટ ... ૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98