Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 32
________________ • પૂજા કરીને તરત વસ્ત્ર બદલવા. પરસેવો વગેરે થાય માટે પૂજાના વસ્ત્રો બદલી સામાયિક વગેરે કરવું. પૌષધ અને દ્રવ્યપૂજા સામાયિક અને પૌષધમાં રહેલ શ્રાવક-શ્રાવિકાઓ જ્ઞાનની તથા ગુરુની વાસક્ષેપાદિથી પૂજા કરી શકે નહિં. કારણ કે તે દ્રવ્યપૂજા છે અને દ્રવ્યપૂજાનો વિરતિમાં ત્યાગ હોય છે. - સેનપ્રશ્ન ઘરમાં એમસીનું કડક રીતે પાલન થવું જોઇએ. પ્રશ્ન:- અડાડ થતી હોય તો દર્શન-પૂજા કેટલા દિવસ બંધ રાખવી? ઉત્તર :- જો આના કારણે દર્શન-પૂજા બંધ કરાય તો મોટા પરિવાર વાળાઓને દર્શન પૂજા સર્વથા બંધ જ થઇ જાય. એ બિલકુલ યોગ્ય નથી. માટે પાણીનો છાંટ લીધા પછી દર્શન થાય અને સ્નાનથી શુદ્ધ થઇ ગયા બાદ પૂજા થાય. પૂજાના વસ્ત્રોની પોટલી બાંધી અધ્ધર રાખવી જેથી છોકરાઓથી અડીઅડ થાય નહિ. પૂજાના વસ્ત્રો પહેર્યા બાદ અડાઅડ ન થાય એ ધ્યાન રાખવું - પ્રશ્નઃ- ઘરમાં જન્મ-મરણ સૂતક હોય તો પૂજા કેટલા દિવસ બંધ રાખવી? ઉત્તર:- ભારતમાં બે સંસ્કૃતિ મુખ્ય હતી. શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિ. જૈન ધર્મશ્રમણ સંસ્કૃતિમાં આવે છે. સૂતકની વાતો મુખ્યત્વે બ્રાહ્મણ સંસ્કૃતિમાં આવે છે. - જો જન્મ-મરણ સૂતકથી દર્શન-પૂજા બંધ કરવાના હોય તો ભરત ચક્રવર્તીની જીંદગીમાં ક્યારેય પૂજાન થાય. કારણ કે એક લાખ બાણું હજાર એમનો સ્ત્રી પરિવાર હતો. તો પછી તેમને જન્મ-મરણ સૂતક રોજ ચાલુ જ રહે. જૈન ડૉક્ટરને તો રોજનું સૂતક જ લાગી જાય. માટે સ્નાન કર્યા પછી કોઈ બાધ જણાતો નથી. જગદ્ગુરુ શ્રી, હીરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આ. વિજયસેનસૂરીશ્વરજી મ.સા. “સેન પ્રશ્ન' નામના ગ્રંથમાં જણાવે છે કે... ગુડનાઈટ... ૨૯ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98