________________
૮પ્રભુ દર્શનની શાસ્ત્રીય વિધિ વીતરાગ ભગવાનના દર્શન પાપનું નાશ કરે છે, વીતરાગ પ્રભુને વંદન વાંછિતને પૂરે છે, વીતરાગ પ્રભુની પૂજા લક્ષ્મીને અર્પે છે, માટે જ પરમાત્મા સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. પ્રભુ દર્શનની ઇચ્છા થઇ ત્યારથી જ લાભ શરૂ થઇ જાય, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, ૧૫ ઉપવાસ, ૩૦ ઉપવાસાદિ લાભ મળે છે. કષાય ક્લેશ થયો હોય તો મગજને શાંત કરી દર્શન કરવા જવું. જેથી દર્શનમાં મન લાગે. દર્શન કરવા જઇએ ત્યારે દૂધનું ટમલર કે શાની થેલી લઇને ન જવું. જે સ્વર ચાલતો હોય એ પગ ઘરની બહાર મૂકીને દર્શન કરવા જવું. શુભશુકનો જોઇને પ્રભુને મળવા જવું ઉઘાડા પગે પગપાળા દર્શન કરવા જવાથી યાત્રાનો લાભ મળે છે, જયણા પળાય છે. દેરાસરની ધજા જોતાં જ હાથ જોડી માથું નમાવી “નમો જિણાણ” બોલવું. ગજવામાં ખાવા-પીવાની વસ્તુઓ ન રાખવી, એઠું મોટું હોય તો ચોક્કુકરી લેવું. દર્શન માટે સ્નાન કરવું જરૂરી નથી. (હાથ મોં ધોઇને અંગ શુધ્ધિ કરી લઇએ તો ચાલે.) • દેરાસરનામુખ્યદ્વારમાં “નિસાહિ” કહીને પ્રવેશ કરીએ ત્યારે પુરૂષોએ પોતાના
ડાબા હાથથી અને બહેનોએ પોતાના જમણા હાથથી અંદર પ્રવેશ કરવો. મુખ્ય દ્વારમાં નીચે શિલ્પાનુસારે દ્રષ્ટિ દોષ નિવારણ માટે અલગ્રાહ રાગ દ્વેષના પ્રતીક સ્વરૂપે વાઘ અને સિંહ મુકેલ છે, એ બેની વચ્ચેની જગ્યાએ હાથથી સ્પર્શ કરવો. એ બન્નેને રાગદ્વેષના પ્રતીક માની ‘હું રાગ દ્વેષ ઉપર પગ મૂકીને અંદર જાઉં છું માટે ગમે તેવા સંયોગો આવે તોય દેરાસરમાં રાગ
દ્વેષ નહિ કરું.” એવી ભાવના ભાવવી • ભગવાનના દર્શન થતાં જ “નમો જિણાણ” બોલવું
ભગવાનની આજ્ઞા માથે ચઢાવવાના પ્રતીક સ્વરૂપે લલાટે તિલક કરવું. (પુરૂષોએ બદામ આકારે, બહેનોએ ગોળ તિલક) “તિલક માટે આપેલ બલિદાન” અજયપાલના કુર હઠાગ્રહ ૧૯ યુગલો ગરમાગરમ તેલમાં તળાઇને ખત્મ થઇ ગયા પણ તિલક ભૂસ્યું નહિં. એ બલિદાનને યાદ કરી તમામ માતા-બહેનોને સૂચન છે કે સવારે દીકરાને ટૂથબ્રસનું જેમ પૂછો છો, તેમ “દિકરા! તિલક કેમ ન લગાડ્યું? જા પહેલા લગાડી આવ. તિલક
ગુડનાઈટ... ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org