Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 26
________________ ૬) સ્વદ્રવ્યથી પૂજા કરવાનો આનંદ અનેરો હોય છે માટે ધૂપ ઘરેથી લાવો તો વિશેષ લાભ થાય, અથવા ધૂપધાનીથી ધૂપ કરવો. (ચાલુ હોય એવો) ૭) ધૂપ અને દીપપૂજા ગંભારા બહાર રહીને કરવી. ભગવાનની એકદમ નજીક કે નાની પાસે ધૂપદાનીને લઈ જવી અવિધિ છે. ૮) ધૂપ-દીવો કરતાં નાકથી ઉપર અને નાભિથી નીચે નહિ એ રીતે ધૂપ-દીપ કરવા. ૯) ધૂપ બળીને સુવાસ આપે છે. આકાશમાં ઉંચે ઉડે છે એ જ રીતે હું પણ મોક્ષ તરફ ઉર્ધ્વગમન કરું. ૧૦) કેવલજ્ઞાનનો દીવો મારામાં પ્રગટ થાય એવી ભાવના ભાવવી. ધૂપ-દીપ પૂજાર્યા બાદ ધૂપ ભગવાનની ડાબી બાજુ અને દીપક જમણી બાજુ સ્થાપિત કરવો. ૧૦ ... બેનો ને સૂચના ... દેરાસરમાંદર્શન-પૂજન કરવા જતાં બહેનોએ ખૂબજ મર્યાદાપૂર્ણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવા, જેથી કોઇના વિકાર ભાવમાં નિમિત્ત ન બનાય. પાપ ખરાબ તેમ પાપમાં નિમિત્ત બનવું તે પણ ખરાબ છે. દેરાસરમાં અંગોપાંગ દેખાય તેવા પારદર્શી કે ચુસ્ત વસ્ત્રો પહેરીને આવવું તે તારક તીર્થકરની ઘોર આશાતના છે. દર્શન પૂજન કરતી વખ્ત બેનોએ માથે ઓઢવાનો આગ્રહ રાખવો. .. સ્વસ્તિકની સમજ .... મોક્ષમાં જવાની એક જ ગતિ છે મનુષ્ય ગતિ!દેવગતિ ઉંચી ખરી પણ મોક્ષ માટે આડી ! તિર્યંચો જન્મ આડા પણ જીવે સીધા. (મનુષ્યો જન્મ સીધા પણ જીવે આડા) તિર્યંચ આડી ગતિ કહેવાય છે અને નીચે લઈ જાય તે નરકગતિ સાથિયા એટલે ચાર ગતિરૂપ સંસારમાં હું પરિભ્રમણ કરું છું. ત્રણ ઢગલી એટલે દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાથી મને મોક્ષ મળજો. ગુડનાઈટ. ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98